નેઈલ એક્સ્ટેંશનને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે આ રીતે લો તેની કાળજી
નેઈલ એક્સ્ટેંશન એ એક ટ્રેન્ડ છે જે લગભગ દરેક ઉંમરની મહિલાઓને આકર્ષે છે. લગ્ન હોય કે કેઝ્યુઅલ પાર્ટી, પરફેક્ટ નખ તમા

નેઈલ એક્સ્ટેંશન એ એક ટ્રેન્ડ છે જે લગભગ દરેક ઉંમરની મહિલાઓને આકર્ષે છે. લગ્ન હોય કે કેઝ્યુઅલ પાર્ટી, પરફેક્ટ નખ તમારા હાથની સુંદરતા વધારો કરે છે. એમ કહી શકાય કે આ રોજિંદા એક્સેસરીઝનો એક ભાગ બની ગયા છે. જેલ અને એક્રેલિક નેઈલ એક્સ્ટેંશન થોડા મહિના સરળતાથી ટકી શકે છે, પરંતુ થોડી કાળજી રાખીને તમે તેને વધુ લાંબો સમય ટકી શકો છો. નેઈલ એક્સ્ટેંશન શરૂઆતમાં ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ સમય જતાં તેની ચમક ઓછી થવા લાગે છે. આવી સ્થિતિમાં અમે તમને જણાવીશું કે નેઈલ એક્સ્ટેંશન કરાવ્યા પછી તેની કાળજી કેવી રીતે લેવી જોઈએ.
હાથને મોઇશ્ચરાઇઝ્ડ રાખો
તમારા હાથની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપો અને તેમને મોઇશ્ચરાઇઝ્ડ રાખો. મોઇશ્ચરાઇઝર્સ માત્ર ડ્રાયનેસ દૂર નથી કરતા, પરંતુ તે નખને સ્વસ્થ પણ રાખે છે. આ ફંગલ બિલ્ડઅપની શક્યતા ઘટાડે છે. તેમજ એક્સ્ટેંશન નેઈલ સાથે જોડાયેલ રહે છે. આ સિવાય નખની આસપાસના ભાગને ક્યુટિકલ ઓઈલથી માલિશ કરતા રહો.
ગરમીથી બચાવો
નેઈલ એક્સ્ટેંશન લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે, તેમને ગરમીથી બચાવો. કારણ કે અતિશય ગરમીને કારણે નખને નુકસાન થઈ શકે છે અને તે નબળા પડી શકે છે. રસોઈ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખો. કાળજી સાથે હેર ડ્રાયર અથવા સ્ટ્રેટનરનો ઉપયોગ કરો. થોડા સમય માટે હોટ સ્પાને પણ ટાળો.
કેમિકલથી બચાવો
કેમિકલ્સના સંપર્કને કારણે નેઈલ એક્સ્ટેંશનને નુકસાન થઈ શકે છે. આ માટે કપડા કે વાસણ ધોતી વખતે, સફાઈ અને બાગકામ કરતી વખતે મોજાનો ઉપયોગ કરો.
સલામતીની કાળજી લો
કોઈપણ સ્થળે નેઈલ એક્સ્ટેંશન ન કરાવો. હંમેશા હાઈજીનવાળું સ્થળ પસંદ કરો. જો એક્સ્ટેંશન પછી હાથ પર ઈજાને કારણે નખને અસર થાય અને તેમાં દુખાવો થતો હોય તો ફેશનને બાજુ પર રાખો અને બ્યુટિશિયનનો સંપર્ક કરી નેઈલ એક્સ્ટેંશન દૂર કરાવો.








