મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Recipe / ઘણા શાક બનાવવામાં ઉપયોગી થશે આ ગ્રેવી, આવી રીતે મહિનાઓ સુધી કરી શકશો સ્ટોર

ભારતીય ઘરોમાં દરરોજ વિવિધ પ્રકારના શાક બનાવવામાં આવે છે. ભારતીય લોકો ખાવાના ખૂબ શોખીન છે. દરેક શાક બનાવવાની રીત અને તેમાં વપ

Recipe / ઘણા શાક બનાવવામાં ઉપયોગી થશે આ ગ્રેવી, આવી રીતે મહિનાઓ સુધી કરી શકશો સ્ટોર

ભારતીય ઘરોમાં દરરોજ વિવિધ પ્રકારના શાક બનાવવામાં આવે છે. ભારતીય લોકો ખાવાના ખૂબ શોખીન છે. દરેક શાક બનાવવાની રીત અને તેમાં વપરાતી વસ્તુઓ પણ અલગ અલગ હોય છે. જો તમે પણ રસોઈ કરો છો તો તમે આ વિશે જાણતા જ હશો કે ઘણી વખત શાક બનાવતા પહેલા તેના માટે ગ્રેવી બનાવવી પડે છે, જેને બનાવવામાં ક્યારેક ઘણો સમય લાગે છે. 

આ પણ વાંચો: Recipe : શિયાળામાં આ સિક્રેટ ટિપ્સથી બનાવો સીંગદાણા-ગોળની ચિક્કી, એકવાર ખાશો તો  ભૂલી જશો બજારનો સ્વાદ

ગ્રેવી બનાવવા માટે પહેલ ડુંગળી-ટમેટાને સમારવા પડે છે, પછી તેને સાંતળીને તેને પીસવામાં આવે છે, આમાં ઘણો સમય લાગે છે, પરંતુ આજે અમે તમને એવી એક રીત જણાવવા જઈ રહ્યા છીએ. જેની મદદથી તમે ગ્રેવી તૈયાર કરીને તેને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો અને આ ગ્રેવી તમે ઘણા શાક બનાવવામાં વાપરી શકો છો.

આ રીતે બનાવો મલ્ટીપર્પઝ ગ્રેવી

  • સૌથી પહેલા એક કિલો ડુંગળી અને ટમેટા લઈને તેના મોટા ટુકડા કરી લો.
  • આ પછી, એક પેનને ધીમી આંચ પર રાખીને તેમાં બે ચમચી તેલ નાખો.
  • હવે તેલમાં તમાલપત્ર, તજ, લવિંગ, કાળા મરી, જીરું અને આદુ-લસણની પેસ્ટ ઉમેરીને સાંતળી લો.
  • હવે તેમાં સમારેલી ડુંગળી ઉમેરો અને તે નરમ થાય ત્યાં સુધી સાંતળો.
  • પછી તેમાં સમારેલા ટમેટા ઉમેરીને તેને ઢાંકીને થોડીવાર પકાવો.
  • હવે ગેસની ફ્લેમ બંધ કરી દો અને આ મિશ્રણને ઠંડુ થવા દો.
  • મિશ્રણ ઠંડું થાય પછી તેને મિક્સર જારમાં નાખીને એકદમ ઝીણી પેસ્ટ બનાવી લો.
  • હવે એક વાટકી કાજુ લઈને થોડીવાર પાણીમાં પલાળી રાખો.
  • લગભગ પાંચ મિનિટ પછી તેને મિક્સર જારમાં ઉમેરો અને તેમાં પાણી નાખીને સ્મૂધ પેસ્ટ બનાવો.
  • આ પછી, બીજા પેનમાં તેલ લઈને તેમાં ટમેટા અને ડુંગળીની પેસ્ટ ઉમેરો.
  • હવે તેમાં હળદર, ધાણા પાવડર, લાલ મરચાનો પાવડર, શાકનો મસાલો, ગરમ મસાલો, આમચૂર પાવડર જેવા બધા મસાલા ઉમેરો.
  • હવે તેમાં થોડું પાણી ઉમેરીને જ્યાં સુધી ગ્રેવીમાંથી તેલ ન છૂટે ત્યાં સુધી પકાવો.
  • હવે તેમાં કાજુની પેસ્ટ નાખીને થોડીવાર બરાબર હલાવીને કસુરી મેથી અને થોડું દેશી ઘી નાખો.
  • તમારી ગ્રેવી તૈયાર છે.

આવી રીતે કરો સ્ટોર

તમે આ ગ્રેવી બનાવીને લગભગ એક મહિના માટે ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો. જો તમે ઈચ્છો, તો તમે તેને આઈસ ક્યુબના રૂપમાં પણ સ્ટોર કરી શકો છો. હવે જ્યારે પણ તમે કોઇપણ શાક બનાવવા માંગતા હોવ તો આ ક્યુબ ને તેલમાં નાખીને વાપરી શકો. ધ્યાનમાં રાખો કે આ ગ્રેવીને હંમેશા કાચના વાસણમાં રાખો, પ્લાસ્ટિકના ડબ્બામાં રાખવાથી તેનો સ્વાદ બદલાઈ શકે છે.

આ સમાચાર શેર કરો