મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Skin Care / જાણો ત્વચાના પ્રકાર પ્રમાણે તમારે દિવસમાં કેટલી વાર ધોવો જોઈએ ચહેરો?

જ્યારે પણ હવામાન બદલાય છે ત્યારે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને જ્યારે વરસાદની મોસ

Skin Care / જાણો ત્વચાના પ્રકાર પ્રમાણે તમારે દિવસમાં કેટલી વાર ધોવો જોઈએ ચહેરો?

જ્યારે પણ હવામાન બદલાય છે ત્યારે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને જ્યારે વરસાદની મોસમ હોય ત્યારે ભેજને કારણે ખીલની સમસ્યા થાય છે. આ સમસ્યાઓને દૂર કરવા માટે, ઘણી વખત આપણે બજારમાં ઉપલબ્ધ સ્કિન કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ તે પણ ઘણી વખત અસર નથી કરતી.

મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યા પછી પણ ચહેરા પર વિવિધ પ્રકારની સમસ્યાઓ દેખાતી રહે છે. આવી સ્થિતિમાં તમારે એક વાત પર ધ્યાન આપવું જોઈએ. જો તમે તમારી ત્વચાના પ્રકાર પ્રમાણે ફેસવોશ નથી કરતા, તો તે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.

જો તમે ઈચ્છો છો કે તમારો ચહેરો હંમેશા સ્વસ્થ રહે, તો તમારી ત્વચાના પ્રકાર પ્રમાણે ફેસવોશ કરો. અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે અલગ અલગ સ્કિન ટાઈપની વ્યક્તિએ દિવસમાં કેટલી વાર ચહેરો ધોવો જોઈએ.

ઓઈલી સ્કિન

ઓઈલી સ્કિન ધરાવતા લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, ઓઈલી સ્કિનવાળા લોકોએ દરેક સંજોગોમાં દિવસમાં 2-3 વખત ચહેરો ધોવો જોઈએ. ચહેરા પર વધુ પડતા તેલથી ખીલ અને બ્લેકહેડ્સ થઈ શકે છે. આવી સ્થિતિમાં દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત ચહેરો ધોવો.

ડ્રાય સ્કિન

જો તમારી કિન ડ્રાય છે, તો તમારે દિવસમાં 1-2 વખત ધોવા જોઈએ. ધ્યાનમાં રાખો કે ડ્રાય સ્કિનવાળા લોકો માટે, દિવસમાં એકવાર ફેસવોશ કરવું પૂરતું છે. એકવાર ચહેરો ધોવાથી ત્વચામાં ભેજ જળવાઈ રહે છે. જો તમને લાગતું હોય કે તમારે ફેસવોશ કરવાની જરૂર છે, તો સૂતા પહેલા એકવાર તમારા ચહેરાને હળવા ફેસવોશથી ધોઈ લો.

સેન્સેટીવ સ્કિન

જે લોકોની સ્કિન ખૂબ જ સેન્સેટીવ હોય છે તેઓએ કાળજી લેવી જરૂરી છે. જો તેઓ વારંવાર ચહેરો ધોશે તો અનેક પ્રકારની સમસ્યાઓનો ભય રહે છે. આવી સ્થિતિમાં, સેન્સેટીવ સ્કિન ત્વચા ધરાવતા લોકો માટે, દિવસમાં એકવાર ફેસવોશ કરવું પૂરતું છે. તેઓ સુગંધ વિનાના ક્લીન્સરનો ઉપયોગ કરીને સવારે અથવા રાત્રે ફેસવોશ કરી શકે છે.

નોર્મલ સ્કિન

ઘણા લોકોની સ્કિન નોર્મલ હોય છે અને હવામાનને અનુરૂપ હોય છે. આવા લોકોએ દિવસમાં બે વાર ચહેરો ધોવો જોઈએ.નોર્મલ સ્કિનવાળા લોકો માટે, સવારે અને રાત્રે ફેસવોશ કરવું પૂરતું છે. તેનાથી તેમની ત્વચા ગ્લો કરે છે.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

આ સમાચાર શેર કરો