Beauty Tips / ઓઈલી સ્કિનને કારણે ચહેરા પર વારંવાર થઈ જાય છે પિમ્પલ્સ? તો કરો આ ઘરેલું ઉપાય
પિમ્પલ્સની સમસ્યા બદલાતા હવામાનને કારણે અથવા અન્ય ઘણા કારણોસર ઉદભવે છે. આ સાથે જે મહિલાઓની સ્કિન ઓઈલી હોય છ

પિમ્પલ્સની સમસ્યા બદલાતા હવામાનને કારણે અથવા અન્ય ઘણા કારણોસર ઉદભવે છે. આ સાથે જે મહિલાઓની સ્કિન ઓઈલી હોય છે તેમને પણ ઘણીવાર આ સમસ્યાનો સામનો કરવો પડે છે. પિમ્પલ્સને કારણે ચહેરા પર ડાઘ-ધબ્બાઓની સમસ્યા શરૂ થઈ જાય છે અને ચહેરાની ચમક પણ ઓછી થઈ જાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે તમે ઘરેલું ઉપાય અજમાવી શકો છો.
ફુદીનાના પાનની મદદથી આ સમસ્યાને ઓછી કરી શકાય છે. તેની સાથે એલોવેરા જેલ અને ટી ટ્રી ઓઈલની મદદથી પણ આ સમસ્યાને ઓછી કરી શકાય છે. આ બધી વસ્તુઓ અનેક ગુણોથી ભરેલી છે. આ બધી વસ્તુઓની મદદથી પિમ્પલ્સની સમસ્યાને ઓછી થઈ શકાય છે.
જરૂરી સામગ્રી
- 10થી 15 લીલા ફુદીનાના પાન
- 2 ચમચી એલોવેરા જેલ
- 1 ચમચી ટી ટ્રી ઓઈલ
આ રીતે ઉપયોગ કરો
- સૌથી પહેલા લીલા ફુદીનાના પાનને પીસી લો.
- હવે તેમાં એલોવેરા જેલ અને ટી ટ્રી ઓઈલ ઉમેરો
- આ પેસ્ટને પિમ્પલ્સવાળી જગ્યા પર લગાવો.
- 15 મિનિટ પછી ચહેરો ધોઈ લો.
- આ ઉપાય અઠવાડિયામાં 3 દિવસ કરો.
આ બાબતો ધ્યાનમાં રાખો
- દિવસમાં 2થી 3 વખત ચહેરાને સારી રીતે સાફ કરો.
- ચહેરાને સારી રીતે મોઇશ્ચરાઇઝ કરો.
- કોઈપણ પ્રકારના પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ કરો.
- નિષ્ણાતની સલાહ લીધા પછી જ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો.
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.






