મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Rakshabandhan 2024 / રક્ષાબંધન પર તમારી બહેનને ગિફ્ટ કરો આ વસ્તુઓ, જે તેમની રક્ષા કરશે

રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ 2024ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. રક્ષાબંધન એ હિન્દુ

Rakshabandhan 2024 / રક્ષાબંધન પર તમારી બહેનને ગિફ્ટ કરો આ વસ્તુઓ, જે તેમની રક્ષા કરશે

રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ 2024ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. રક્ષાબંધન એ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે. આ તહેવાર એક મહત્ત્વપૂર્ણ સંબંધનું પ્રતિક છે. ભાઈ અને બહેન આ દિવસ સાથે મળીને ઉજવે છે. બહેનો તેમના ભાઈઓના કાંડા પર રક્ષાસૂત્રના રૂપમાં રાખડી બાંધે છે અને ભાઈ તેની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે.

આજના યુગમાં જ્યાં અભ્યાસ, નોકરી અને બાદમાં પોતપોતાના પારિવારિક જીવનને કારણે ભાઈ-બહેન એકબીજાની સાથે નથી રહી શકતા. આવી સ્થિતિમાં ભાઈ માટે પોતાની બહેનની રક્ષા કરવી શક્ય નથી.

બહેનની રક્ષા માટે ભાઈએ તેને સેલ્ફ ડીફેન્સ શીખવવું જોઈએ. ઉપરાંત, બહેનને કેટલીક વસ્તુઓ આપવી જોઈએ જે તેની સુરક્ષામાં મદદરૂપ સાબિત થઈ શકે. રક્ષાબંધનના અવસર પર, તમારી બહેનને એવી વસ્તુઓ ભેટ આપો જે તેમની સુરક્ષામાં મદદ કરી શકે.

પેપર સ્પ્રે

દરેક સ્ત્રી પાસે પેપર સ્પ્રે હોવો જોઈએ. તેને સેલ્ફ ડીફેન્સ સ્પ્રે પણ કહેવામાં આવે છે. જે છોકરીઓ અથવા મહિલાઓ ઘરની બહાર નીકળે છે તેઓએ તેમના પર્સમાં પેપર સ્પ્રે રાખવો જોઈએ જેથી તેઓ જરૂર પડ્યે તેનો ઉપયોગ કરી શકે. ભાઈ તેની બહેનને પેપર સ્પ્રે ભેટમાં આપી શકે છે.

સેફટી એલાર્મ

આ એક નાનું ઉપકરણ છે જે ખતરનાક પરિસ્થિતિઓમાં મોટેથી એલાર્મ વગાડીને ધ્યાન આકર્ષિત કરે છે. તે તમારી બેગમાં સરળતાથી સમાઈ શકે છે. તમે તમારી બહેનને સેફ્ટી એલાર્મ ગિફ્ટ કરી શકો છો.

ટ્રેકિંગ એપ્લિકેશન

જો તમારી બહેન પાસે સ્માર્ટફોન છે તો તમે તેના મોબાઈલમાં ટ્રેકિંગ એપ્સ ઈન્સ્ટોલ કરી શકો છો. આની મદદથી તમે તેમના લોકેશનને ટ્રેક કરી શકશો અને ઈમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક મદદ કરી શકશો.

ઈમરજન્સી કી ચેઈન

આ પ્રકારનું કી ચેઈન વિવિધ સુરક્ષા ઉપકરણોથી સજ્જ હોય છે, જેમ કે ગ્લાસ બ્રેકર, સીટ બેલ્ટ કટર અને નાની બ્લેડ. તે સરળતાથી બહેનની ચાવીઓ સાથે રાખી શકાય છે જે ઈમરજન્સીમાં ઉપયોગી સાબિત થઈ શકે છે.

સ્ટન ગન

જો તમારી બહેન નિયમિતપણે એકલી બહાર જાય છે અથવા મુસાફરી કરે છે, તો તેને એક સ્ટન ગન ભેટ આપો. સ્ટન ગન તેમની સુરક્ષા માટે ઉપયોગી થઈ શકે છે. તે ઈમરજન્સી દરમિયાન સેલ્ફ ડીફેન્સ માટે અસરકારક છે.

આ સમાચાર શેર કરો