મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

હાઇટ ઓછી હશે તો પણ દેખાશો લાંબા! બસ આઉટફિટ પસંદ કરતી વખતે રાખો આ વાતોનું ધ્યાન

દરેક છોકરી કુર્તી પહેરવાનું પસંદ કરે છે, તેથી કુર્તી દરેક છોકરીન

હાઇટ ઓછી હશે તો પણ દેખાશો લાંબા! બસ આઉટફિટ પસંદ કરતી વખતે રાખો આ વાતોનું ધ્યાન

દરેક છોકરી કુર્તી પહેરવાનું પસંદ કરે છે, તેથી કુર્તી દરેક છોકરીના કપડાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે જે માત્ર આરામદાયક જ નથી પણ સ્ટાઇલિશ પણ છે. જોકે, હાઇટ પ્રમાણે યોગ્ય કુર્તી પહેરવી એ ક્યારેક પડકારજનક કામ બની શકે છે, ખાસ કરીને ઓછી હાઇટવાળી છોકરીઓ માટે. આવી સ્થિતિમાં જો તમારી હાઇટ ઓછી છે તો તમે યોગ્ય કુર્તીની પસંદગી કરીને તમારી સ્ટાઇલમાં વધારો કરવની સાથે-સાથે તમારા ઓવરઓલ લુકને પણ નિખારી શકશો. તો ચાલો જાણીએ ફેશન સ્ટાઈલિસ્ટ દ્વારા આપવામાં આવેલી કેટલીક ટિપ્સ વિશે જેની મદદથી ઓછી હાઇટવાળી છોકરીઓ પણ પોતાના માટે યોગ્ય કુર્તી પસંદ કરી શકશે.

કુર્તીની લંબાઈ

કુર્તીઓની લંબાઈ બદલાતી રહે છે, તેથી યોગ્ય દેખાવ માટે કુર્તીની યોગ્ય લંબાઈ હોવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો તમે ઘૂંટણની લંબાઈની કુર્તી પહેરો છો, તો તે તમારી હાઇટને ઓછી બનાવશે, તેથી ઘૂંટણની ઉપર અથવા હિપ સુધીની કુર્તી પહેરવી તે ઓછી હાઇટવાળી છોકરીઓ માટે યોગ્ય છે. ખૂબ લાંબી કુર્તીઓ પહેરવાનું ટાળો. તે તમારી હાઇટને દબાવી દે છે.

નેકલાઇન અને સ્લીવ્ઝ

વી-નેકલાઇનવાળી કુર્તી અપર બોડીને લાંબી બતાવે છે જેનાથી તમે લાંબા દેખાવ છો. હાઇ નેકલાઇન અથવા બોટ નેક ટાળો જે તમારી ગરદનને ટૂંકી બનાવી શકે. થ્રી-ફોર્થ સ્લીવ્ઝ પસંદ કરો કારણ કે તે તમારા હાથના કાંડા અને ફોરઆર્મને બતાવે છે જેનાથી હાથ લાંબા દેખાય છે. કેપ સ્લીવ અથવા સ્લીવલેસ કુર્તી પણ સારી લાગી શકે છે. ફૂલ સ્લીવ્સવાળી કુર્તીઓ ટાળો તેનાથી હાથ ટૂંકા દેખાય.

ફિટિંગ અને સિલુએટ

એવી કુર્તી પહેરવાનું ટાળો જે ખૂબ ઢીલી અથવા બેગી હોય, કારણ કે તેનાથી તમારી હાઇટ દબાઈ શકે છે. તેના બદલે, એવી કુર્તી પહેરો જે શરીર પર ન તો ખૂબ ચુસ્ત હોય અને ન તો ખૂબ ઢીલી હોય. ફ્લેયર્ડ અથવા હેવી પ્લીટેડ કુર્તીઓ ટાળો કારણ કે તે શરીરને બિનજરૂરી રીતે હેવી લુક આપે છે.

કુર્તી પ્રિન્ટ અને પેટર્ન

હંમેશા વર્ટિકલ લાઇનિંગ અથવા પેટર્નવાળી કુર્તી પસંદ કરો કારણ કે, તે તમને ઉંચા દેખાડે છે. ટ્રુબ્રાઉન્સ અનુસાર, મોટી, બોલ્ડ સોલિડ પ્રિન્ટ અથવા હોરિઝોન્ટલ લાઇનિંગવાળી કુર્તી પહેરવાનું ટાળો કારણ કે આ તમારી હાઇટને નાની અને પહોળી બનાવશે.

કુર્તીનું કાપડ

કોટન, જ્યોર્જેટ કે શિફોન જેવાં ફેબ્રિક સારાં લાગી શકે છે અને તેનું ફેબ્રિક પણ હળવું હોય છે. ટ્રુબ્રાઉન્સ અનુસાર, બ્રોકેડ અથવા મખમલ જેવા ભારે કપડાં પહેરવાનું ટાળો કારણ કે તે શરીરને હેવી લુક આપે છે. તમે ટ્રાન્સપરન્ટ કપડાં પણ પસંદ કરી શકો છો કારણ કે તે લુકમાં હળવાશ ઉમેરે છે.

આ સમાચાર શેર કરો