મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

લિંગ પરિવર્તન કોણ કરાવી શકે? જાણો સર્જરી પ્રોસેસ અને ખર્ચ વિશે માહિતી

Gender change surgery: લિંગ પરિવર્તન કરાવવું સામાન્ય બાત બની ગઈ છે. ઘણા લોકો તેમના લ

લિંગ પરિવર્તન કોણ કરાવી શકે? જાણો સર્જરી પ્રોસેસ અને ખર્ચ વિશે માહિતી

Gender change surgery: લિંગ પરિવર્તન કરાવવું સામાન્ય બાત બની ગઈ છે. ઘણા લોકો તેમના લિંગમાં ફેરફાર કરાવે છે એટલે કે છોકરામાંથી છોકરી અથવા છોકરીમાંથી છોકરો બની જાય છે.  પરંતુ શું તમે જાણો છો કે લિંગ બદલવામાં કેટલો સમય અને પૈસા લાગે છે. તો ચાલો આજે સમજીએ લિંગ પરિવર્તનની સમગ્ર પ્રક્રિયા અને કોણ લિંગ પરિવર્તન કરાવી શકે છે. 

18 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ કરાવી શકે છે લિંગ પરિવર્તન

લિંગ પરિવર્તન સંબંધિત કેટલાક પ્રશ્નનાના જવાબ ડો. નરેન્દ્ર કૌશિકે આપ્યા હતા. જેઓ સેક્સ રિઅસાઈનમેન્ટ સર્જરી માટે જાણીતા છે. એક સવાલના જવાબમાં કહ્યું કે, 18 વર્ષથી વધુ વયના કોઈપણ વ્યક્તિ પર લિંગ ચેન્જ સર્જરી કરી શકાય છે. ડૉક્ટરના મતે, લિંગ પરિવર્તનની જરૂર છે કે નહીં તે નક્કી કરવા માટે આવો કોઈ ટેસ્ટ નથી. પરંતુ માત્ર મનોચિકિત્સક અને મનોવિજ્ઞાનીનું પ્રમાણપત્ર જરૂરી છે.

શું છે સર્જરી પ્રોસેસ?

ડોક્ટરના જણાવ્યા અનુસાર લિંગ પરિવર્તનની પ્રક્રિયા 'હોર્મોનલ થેરાપી'થી શરૂ થાય છે. સૌ પ્રથમ શરીરમાં જરૂરી માત્રામાં હોર્મોન્સ પૂરા પાડવામાં આવે છે, જે દવાઓ દ્વારા શરીરમાં પૂરા પાડવામાં આવે છે. હોર્મોન્સની માત્રા પ્રાપ્ત કર્યા પછી લિંગ સંબંધિત ફેરફારો દેખાવા લાગે છે અને પછી સર્જરી કરવામાં આવે છે. 

ધારો કે જો કોઈ છોકરો તેનું લિંગ બદલીને છોકરી બનાવવા માંગે છે, તો તેના માટે લગભગ 4 સર્જરી કરવામાં આવે છે. જેમાં વોકલ સર્જરી, જેનિટલ સર્જરી (પ્રાઈવેટ પાર્ટ સર્જરી), ચહેરાની સર્જરી અને સ્તન સર્જરીનો સમાવેશ થાય છે. તમામ સર્જરી એક પછી એક કરવામાં આવે છે અને આ તમામ સર્જરીમાં દોઢ વર્ષ જેટલો સમય લાગે છે. આ સર્જરીઓમાં પણ અનેક પ્રકારની કેટેગરી હોય છે. એકવાર ચારેય સર્જરી થઈ જાય પછી, લગભગ 2 મહિના પછી લિંગ પરિવર્તન કરવાનારનું જીવન એકદમ સામાન્ય થઈ જાય છે અને વ્યક્તિ શારીરિક રીતે સ્વસ્થ થઈ જાય છે.

શું કોઈ કાયદાકીય મંજૂરી જરૂરી છે?

ડૉક્ટરે કહ્યું કે, લિંગ બદલવા માટે કોઈ કાયદાકીય દસ્તાવેજોની જરૂર નથી. વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ લિંગ બદલાવી શકે છે. જોકે, મનોચિકિત્સક અને મનોવિજ્ઞાનીનું પ્રમાણપત્ર જરૂરી છે.

કેટલો ખર્ચ થાય છે?

ખર્ચ વિશે વાત કરીએ, તો તે લિંગ પરિવર્તન કરાવનારની સારવાર પર અને તે ક્યાં સર્જરી કરાવે છે તેના પર પણ આધાર રાખે છે. વિવિધ હોસ્પિટલોમાં અલગ-અલગ દર હોય છે. એક અંદાજ પ્રમાણે આ પ્રક્રિયા પરનો ખર્ચ 4-5 લાખ રૂપિયાથી લઈને 20 લાખ રૂપિયા સુધીનો છે.

આ સમાચાર શેર કરો