મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Recipe: પૌષ્ટિક અને સ્વાદિષ્ટ: બહારની આઈસ્ક્રીમ ભૂલી જશો! ઘરે બનાવો સુપર હેલ્ધી કુલ્ફી

ઉનાળાની ગરમીમાં ઠંડી-ઠંડી આઈસ્ક્રીમ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. ખાસ કરીને બાળકો તો દ

Recipe: પૌષ્ટિક અને સ્વાદિષ્ટ: બહારની આઈસ્ક્રીમ ભૂલી જશો! ઘરે બનાવો સુપર હેલ્ધી કુલ્ફી
આ સમાચાર સાંભળો

ઉનાળાની ગરમીમાં ઠંડી-ઠંડી આઈસ્ક્રીમ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. ખાસ કરીને બાળકો તો દરરોજ આઈસ્ક્રીમની માંગણી કરતા જ હોય છે. પરંતુ બજારમાં મળતી આઈસ્ક્રીમમાં વધુ પડતી ખાંડ, આર્ટિફિશિયલ ફ્લેવર અને પામ ઓઈલ જેવી વસ્તુઓ હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

આ સંજોગોમાં ઘરે જ મખાના કુલ્ફી બનાવવી એ સૌથી બેસ્ટ અને હેલ્ધી ઓપ્શન છે. આ રેસીપીમાં આપણે ખાંડનો ઉપયોગ પણ નથી કરવાના, જેથી તે પૌષ્ટિક પણ રહેશે.

બાળકો માટે ઘરે શુદ્ધ અને પૌષ્ટિક કુલ્ફી બનાવવા માટે તમારે નીચેની વસ્તુઓની જરૂર પડશે:

  • મખાના: 1 કપ
  • બદામ: 1/4 કપ (ફોલેલી)
  • ખજૂર: 7-8 (ગળપણ માટે, બી કાઢેલા)
  • દૂધ: અડધો લીટર (ફુલ ક્રીમ)
  • એલચી પાવડર: ચપટી
  • કેસરના તાંતણા: (વૈકલ્પિક)

સ્વાદિષ્ટ મખાના કુલ્ફી બનાવવાની રીત

1. સામગ્રીને પલાળવી

સૌ પ્રથમ એક વાટકી હૂંફાળા દૂધમાં મખાના, બદામ અને બી કાઢેલા ખજૂરને પલાળી દો. જો તમે ઈચ્છો તો તેમાં કેસર પણ ઉમેરી શકો છો. તેને લગભગ 1 કલાક માટે રહેવા દો જેથી બધી વસ્તુઓ નરમ થઈ જાય અને દૂધ બરાબર સોસાઈ જાય.

2. પેસ્ટ તૈયાર કરવી

એક કલાક પછી આ પલાળેલી સામગ્રીને મિક્સર જારમાં નાખીને તેની એક ઘાટી પેસ્ટ બનાવી લો.

3. દૂધ ઉકાળવું

હવે એક વાસણમાં અડધો લીટર ફુલ ક્રીમ દૂધ ગરમ કરવા મૂકો. દૂધમાં ઉભરો આવે એટલે તૈયાર કરેલી મખાના-બદામની પેસ્ટ તેમાં ઉમેરી દો. સાથે જ ફ્લેવર માટે એલચી પાવડર પણ નાખો.

4. મિશ્રણને ઘટ્ટ કરવું

આ મિશ્રણને મધ્યમ તાપ પર 7-8 મિનિટ સુધી પકાવો. મખાનાની પેસ્ટને કારણે દૂધ ખૂબ જ ઝડપથી ઘટ્ટ થવા લાગશે. જો તમને ગમતું હોય તો તમે તેમાં ઝીણા સમારેલા ડ્રાય ફ્રૂટ્સ પણ ઉપરથી ઉમેરી શકો છો.

5. સેટ કરવા મૂકવું

જ્યારે મિશ્રણ તૈયાર થઈ જાય, ત્યારે ગેસ બંધ કરી તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો. ઠંડુ થયા પછી આ મિશ્રણને કુલ્ફી મોલ્ડ (બીબા)માં ભરી દો.

6. ફ્રીઝિંગ

આ મોલ્ડને 7-8 કલાક અથવા આખી રાત માટે ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી દો.

ટિપ: સવારે જ્યારે તમે આ કુલ્ફી કાઢશો ત્યારે તે એકદમ ક્રીમી અને મલાઈદાર હશે. આ રીતે તૈયાર થયેલી મખાના કુલ્ફી ખાધા પછી બાળકો બહારની આઈસ્ક્રીમ ભૂલી જશે!

આ સમાચાર શેર કરો