જમ્પસૂટ સાથે પહેરો આ પ્રકારના ફૂટવેર, જાણો તેને સ્ટાઇલ કરવાની રીત
આજકાલ, જમ્પસૂટ ખૂબ જ ટ્રેન્ડમાં છે અને મહિલાઓ મુસાફરી કરતી વખતે અથવા પાર્ટીમાં જમ્પસૂટ પહેરવાનું પસંદ કરે છે. જમ્પસૂટ એક પરફ

આજકાલ, જમ્પસૂટ ખૂબ જ ટ્રેન્ડમાં છે અને મહિલાઓ મુસાફરી કરતી વખતે અથવા પાર્ટીમાં જમ્પસૂટ પહેરવાનું પસંદ કરે છે. જમ્પસૂટ એક પરફેક્ટ આઉટફિટ છે, તમે આ આઉટફિટમાં ખૂબ જ કમ્ફર્ટેબલ ફિલ કરો છો, સાથે જ તે સ્ટાઇલિશ લુક માટે પરફેક્ટ ઓપ્શન છે, પરંતુ આ આઉટફિટ સાથે ક્યા પ્રકારના ફૂટવેર પહેરવા તે અંગે મહિલાઓને મુંઝવણ હોય છે. જો તમને પણ આવી જ મુંઝવણ થતી હોય, તો આજે અમે તમને 3 પ્રકારની ફૂટવેર ડીઝાઇન વિશે જણાવીશું, જેને તમે જમ્પસૂટ સાથે સ્ટાઇલ કરી શકો છો.
સ્ટ્રેપી હીલ્સ
જો તમે કોઈ પાર્ટીમાં જઈ રહ્યા છો અથવા મિત્રો સાથે ફરવા જઈ રહ્યા છો, તો તમે સ્ટ્રેપી હીલ્સ પહેરી શકો છો. આ પ્રકારની હીલ્સ જમ્પસૂટ સાથે પરફેક્ટ રહેશે, જો તમે ડાર્ક કલરના અથવા બ્લેક કલરના આઉટફિટ પહેરતા હોવ તો તમે આ રેડ, ગ્રીન, વ્હાઇટ કલરની સ્ટ્રેપી હીલ્સ પહેરી શકો છો. તમને આ સ્ટ્રેપી હીલ્સ માર્કેટમાં સરળતાથી મળી જશે અને તમે આ સ્ટ્રેપી હીલ્સ ઓનલાઈન પણ ખરીદી શકો છો.
મીડીયમ હીલ્સ સેન્ડલ
જો તમને હીલ્સપહેરવી ગમતી હોય તો તમે જમ્પસૂટ સાથે મીડિયમ હીલ્સના સેન્ડલ પહેરી શકો છો. જો તમે ડાર્ક કલરના જમ્પસૂટ અથવા લાઇટ કલરના મીડિયમ હીલ્સના સેન્ડલ સ્ટાઇલ કરી શકો છો. તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને જગ્યાએથી સસ્તા ભાવે મીડીયમ હીલ્સના સેન્ડલ ખરીદી શકો છો.
સ્ક્વેર હીલ્સ સેન્ડલ
જો તમે કંઈક નવું સ્ટાઇલ કરવાનો વિચાર કરી રહ્યા છો તો તમે આ પ્રકારના સેન્ડલ પહેરી શકો છો. આ સેન્ડલ ફ્લેટ જેવા હોય છે પરંતુ તેની સાથે હીલ્સ પણ હોય છે. આ પ્રકારની હીલ્સ લાઇટ અને ડાર્ક બંને કલરના જમ્પસૂટ સાથે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આ પ્રકારના સેન્ડલ તમામ પ્રકારના જમ્પસુટ સાથે પરફેક્ટ હોય છે, આ સેન્ડલમાં તમારો લુક પણ અલગ દેખાશે. તમને આ સેન્ડલ ઘણા કલર ઓપ્શનમાં મળશે જે ઓનલાઈન અને ઓફલાઈન બંને જગ્યાએથી સસ્તા ભાવે ખરીદી શકાય છે.








