મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Footwear / વેલેન્ટાઈન વીક માટે ફૂટવેર ખરીદવા જઈ રહ્યા છો? તો જરૂર ફોલો કરો આ ટિપ્સ

વેલેન્ટાઈન વીક નજીક આવી રહ્યું છે. કેટલાક લોકો આ દિવસની ઉજવણીમાં કોઈપણ કસર છોડવા નથી માંગત

Footwear / વેલેન્ટાઈન વીક માટે ફૂટવેર ખરીદવા જઈ રહ્યા છો? તો જરૂર ફોલો કરો આ ટિપ્સ

વેલેન્ટાઈન વીક નજીક આવી રહ્યું છે. કેટલાક લોકો આ દિવસની ઉજવણીમાં કોઈપણ કસર છોડવા નથી માંગતા. ખાસ છોકરીઓ આ દિવસ માટે ખૂબ જ ઉત્સાહ સાથે તૈયારીઓ કરે છે. કપડા, મેકઅપ અને ફૂટવેર બધું જ ખાસ હોય છે. વેલેન્ટાઈન વીક નજીક આવતા જ દરેક છોકરી ઈચ્છે છે કે તેનો લુક સૌથી ખાસ હોય.

કેટલીકવાર ફક્ત સારા લુકના ચક્કરમાં તમે એવા ફૂટવેર ખરીદી લો છો, જેને થોડા સમય માટે પહેર્યા પછી પગમાં દુખાવો થવા લાગે છે. આવી સ્થિતિમાં, યોગ્ય ફૂટવેર પસંદ કરવા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો તમે પણ વેલેન્ટાઈન વીક માટે ફૂટવેર ખરીદવા જઈ રહ્યા છો, તો અહીં આપેલી ટિપ્સ જરૂર ફોલો કરો.

સૌથી પહેલા નક્કી કરો ક્યાં જવું છે

ફૂટવેર ખરીદતા પહેલા તમારે જાણવું જોઈએ કે તમે તેને ક્યાં પહેરવાના છો. ભલે ડેટ પર જવું હોય, ડિનર કે મૂવી ડેટનું આયોજન કરવું હોય અથવા લોંગ વોક  પર કે બહાર ફરવા જવું હોય, જો તમારે ખૂબ ચાલવું પડે તેમ હોય તો હાઈ હીલ્સ ખરીદવાનું ટાળો.

કમ્ફર્ટને ન અવગણો

વેલેન્ટાઈન વીક ફક્ત એક દિવસ માટે નથી. તમારે ઘણા દિવસો માટે બહાર જવાનું થઈ શકે છે. તેથી, એવા ફૂટવેર પસંદ કરો જે પહેરવામાં આરામદાયક હોય. તે ખૂબ ટાઈટ ન હોવા જોઈએ અને ખાતરી કરો કે તે લપસણા ન હોય. સોફ્ટ સોળ અને હળવા કુશનળા ફૂટવેર સારા રહેશે.

આઉટફિટ સાથે મેચ થતા ફૂટવેર ખરીદો

  • સેન્ડલ, બ્લોક હીલ્સ અથવા બેલે ફ્લેટ ડ્રેસ અથવા સ્કર્ટ સાથે સારા લાગે છે.
  • જીન્સ અને ટોપ સાથે સ્નીકર્સ અથવા લોફર્સ શ્રેષ્ઠ લાગે છે.
  • કોલ્હાપુરી, મોજડી અથવા ઓછી હીલવાળા સેન્ડલ ટ્રેડિકશનલ આઉટફિટ સાથે સારા લાગે છે.
  • જો તમે વારંવાર એક જ ફૂટવેર પહેરવાનું વિચારી રહ્યા છો, તો ન્યૂડ અથવા બ્લેક કલરના ફૂટવેર પસંદ કરો.

યોગ્ય સાઈઝ પસંદ કરો

ક્યારેક આપણે વિચારીએ છીએ કે થોડા ટાઈટ સેન્ડલ ચાલશેશે, પરંતુ એવું નથી. એવા ફૂટવેર પસંદ કરો જે તમારા પગના અંગૂઠાને આગળથી દબાવે નહીં અને ચાલતી વખતે તમને આરામદાયક લાગે.

આ સમાચાર શેર કરો