IRCTC લાવ્યું છે કાશ્મીરનું ટૂર પેકેજ, ગુલમર્ગથી પહેલગામ સુધીના આ 4 સ્થળોની લો મુલાકાત
IRCTCએ પ્રવાસીઓ માટે કાશ્મીર ટૂર પેકેજ રજૂ કર્યું છે. આ ટૂર પેકેજ દેખો અપના દેશ અંતર્ગત રજૂ કરવામાં આવ્યું છે. આ ટૂર

IRCTCએ પ્રવાસીઓ માટે કાશ્મીર ટૂર પેકેજ રજૂ કર્યું છે. આ ટૂર પેકેજ દેખો અપના દેશ અંતર્ગત રજૂ કરવામાં આવ્યું છે. આ ટૂર પેકેજ ચેન્નાઈથી શરૂ થશે. IRCTCના આ ટૂર પેકેજ દ્વારા પ્રવાસીઓ છ દિવસ માટે કાશ્મીર જઈ શકે છે. આ ટૂર પેકેજની શરૂઆતી કિંમત 50,500 રૂપિયા રાખવામાં આવી છે.
નોંધનીય છે કે IRCTC દેશ અને વિદેશમાં પ્રવાસીઓ માટે ટૂર પેકેજ ઓફર કરે છે. આ ટૂર પેકેજો દ્વારા પ્રવાસીઓ બજેટમાં મુસાફરી કરી શકે છે અને પ્રવાસનને પણ પ્રોત્સાહન મળે છે. IRCTC ટુર પેકેજમાં પ્રવાસીઓ માટે રહેવા અને ભોજનની વ્યવસ્થા પણ હોય છે. IRCTCનું કાશ્મીર ટૂર પેકેજ 5 રાત અને 6 દિવસનું છે. પ્રવાસીઓ આ ટૂર પેકેજ સત્તાવાર વેબસાઈટ દ્વારા બુક કરી શકે છે. IRCTCના કાશ્મીર ટૂર પેકેજમાં પ્રવાસીઓ શ્રીનગર, ગુલમર્ગ, પહેલગામ અને સોનમર્ગની મુલાકાત લેશે. આ ટૂર પેકેજનું ભાડું અલગ-અલગ હોય છે.
IRCTCનું આ ટૂર પેકેજ 24 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ ટૂર પેકેજમાં પ્રવાસીઓ ફ્લાઈટ દ્વારા મુસાફરી કરશે. જો તમે આ ટૂર પેકેજમાં એકલા મુસાફરી કરો છો, તો તમારે 56,500 રૂપિયા ચૂકવવા પડશે. જો ટૂર પેકેજમાં બે લોકો સાથે મુસાફરી કરે છે, તો પ્રતિ વ્યક્તિ 51,700 રૂપિયા ચૂકવવા પડશે. જો આ ટૂર પેકેજમાં ત્રણ લોકો સાથે મુસાફરી કરે છે, તો પ્રતિ વ્યક્તિ 50,500 રૂપિયાનું ભાડું ચૂકવવું પડશે. ટૂર પેકેજમાં 5થી 11 વર્ષના બાળકોનું ભાડું 42,000 રૂપિયા હશે. ટૂર પેકેજમાં 2થી 4 વર્ષની વર્ષના બાળકોનું ભાડું 39,500 રૂપિયા હશે.






