મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

સિક્કિમ અને દાર્જિલિંગની સુંદર ખીણોને નજીકથી જોવા માંગો છો, તો નવેમ્બરમાં IRCTC સાથે બનાવો પ્લાન

કુદરતી સૌંદર્યથી ભરપૂર ઉત્તર પૂર્વ ભારતમાં સિક્કિમ એક અદ્ભુત સ્થળ છે. જ્યાં તમે પરિવાર કે મિત

સિક્કિમ અને દાર્જિલિંગની સુંદર ખીણોને નજીકથી જોવા માંગો છો, તો નવેમ્બરમાં IRCTC સાથે બનાવો પ્લાન

કુદરતી સૌંદર્યથી ભરપૂર ઉત્તર પૂર્વ ભારતમાં સિક્કિમ એક અદ્ભુત સ્થળ છે. જ્યાં તમે પરિવાર કે મિત્રો સાથે ટ્રિપ પ્લાન કરી શકો છો. સુંદર ખીણો અને બરફથી ઢંકાયેલ પર્વતો સિક્કિમની સુંદરતા વધારે છે. નજીકમાં આવેલું દાર્જિલિંગ તેના ચાના બગીચા માટે પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે. જો તમે હજુ સુધી સિક્કિમ અને દાર્જિલિંગની મુલાકાત લીધી નથી, તો તમે નવેમ્બરમાં અહીં જવાનો પ્લાન બનાવી શકો છો. અ માટે IRCTC ખૂબ જ શાનદાર તક લઈને આવ્યું છે.

  • પેકેજનું નામ - Gangtok & Darjeeling Ex Mumbai
  • પેકેજની અવધિ - 6 રાત અને 7 દિવસ
  • મુસાફરી મોડ - ફ્લાઈટ
  • ગંતવ્ય - દાર્જિલિંગ, ગંગટોક, પેલિંગ
  • તમે ક્યારે મુસાફરી કરી શકશો - 10 નવેમ્બર 2024

તમને આ સુવિધાઓ ઉપલબ્ધ મળશે

  • રાઉન્ડ ટ્રિપ ફ્લાઈટ માટે તમને ઇકોનોમી ક્લાસ ટિકિટ મળશે.
  • રહેવા માટે હોટેલની સુવિધા મળશે.
  • આ ટૂર પેકેજમાં બ્રેકફાસ્ટ અને ડિનરની સુવિધા મળશે.
  • આ ટ્રાવેલ પેકેજમાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સની સુવિધા પણ મળશે.

પ્રવાસ માટે આટલો ચાર્જ લેવામાં આવશે

  • તમે આ ટ્રિપ પર એકલા મુસાફરી કરો છો તો તમારે 67,500 રૂપિયા ચૂકવવા પડશે.
  • બે લોકોએ 55,000 રૂપિયા પ્રતિ વ્યક્તિ ચૂકવવા પડશે.
  • ત્રણ લોકોએ પ્રતિ વ્યક્તિ 53,900 રૂપિયા ચૂકવવા પડશે.
  • બાળકો માટે અલગથી ફી ભરવાની રહેશે. બેડ સાથે (5-11 વર્ષ) 51,800 રૂપિયા અને બેડ વિના 48,500 રૂપિયા ચૂકવવા પડશે.

IRCTCએ ટ્વીટ કરીને માહિતી આપી

IRCTCએ ટ્વીટ કરીને આ ટૂર પેકેજ વિશે જાણકારી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જો તમે દાર્જિલિંગ અને ગંગટોકનો સુંદર નજારો જોવા માંગો છો, તો તમે IRCTCના આ શાનદાર ટૂર પેકેજનો લાભ લઈ શકો છો.

આ રીતે બુક કરો ટૂર પેકેજ

તમે આ ટૂર પેકેજ IRCTCની સત્તાવાર વેબસાઈટ દ્વારા બુક કરી શકો છો. આ ઉપરાંત, IRCTC પ્રવાસી સુવિધા કેન્દ્ર, ઝોનલ ઓફિસો અને પ્રાદેશિક કચેરીઓ દ્વારા પણ બુકિંગ કરી શકાય છે. પેકેજ સંબંધિત વધુ માહિતી માટે, તમે IRCTCની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.

આ સમાચાર શેર કરો