મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

World Earth Day 2024 / પ્લાસ્ટિકને બદલે આ ઈકો ફ્રેન્ડલી વિકલ્પોનો કરો ઉપયોગ, પર્યાવરણ માટે છે ફાયદાકારક

આજે એટલે કે 22 એપ્રિલના રોજ વિશ્વ પૃથ્વી દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસની ઉજવણી પાછળ પર્યાવરણ સંરક્ષણ અંગે

World Earth Day 2024 / પ્લાસ્ટિકને બદલે આ ઈકો ફ્રેન્ડલી વિકલ્પોનો કરો ઉપયોગ, પર્યાવરણ માટે છે ફાયદાકારક

આજે એટલે કે 22 એપ્રિલના રોજ વિશ્વ પૃથ્વી દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસની ઉજવણી પાછળ પર્યાવરણ સંરક્ષણ અંગે લોકોને જાગૃત કરવાનો હેતુ છે. ગ્લોબલ વોર્મિંગ, ઓઝોન લેયરમાં નુકસાન, પ્રદૂષણ વગેરે જેવી અનેક ગંભીર સમસ્યાઓ વિશે લોકોને જાગૃત કરીને જ આપણે પૃથ્વીને બચાવી શકીએ છીએ. પ્લાસ્ટિક પર્યાવરણના સૌથી મોટા દુશ્મનોમાંનું એક છે, તે એટલું નુકસાન કરે છે કે પૃથ્વી પરના તમામ જીવોને પર ખરાબ અસર પડે છે. તેથી, આજે અમે તમને પ્લાસ્ટિકના કેટલાક એવા વિકલ્પો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણને ઘટાડી શકાય છે.

કાચ અથવા સ્ટીલની બોટલ

ઘણા લોકો પાણી પીવા માટે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરે છે. જે ઉપયોગ કર્યા બાદ ફેંકી દેવામાં આવે છે અથવા તો તેનો પુનઃઉપયોગ કરવામાં આવે તો પણ તેને ક્યારેક ફેંકી દેવી પડે છે, જેના કારણે પ્રદૂષણ થાય છે. પ્લાસ્ટિકને રિસાયકલ કરવામાં ઘણો સમય લાગે છે. તેથી, પ્લાસ્ટિકની બોટલોને બદલે, સ્ટીલ, કોપર અથવા કાચની બોટલનો ઉપયોગ કરો. બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખો, જેથી તમારે બહારથી પ્લાસ્ટિકની પાણીની બોટલ ખરીદવી ન પડે. પ્લાસ્ટિક તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ હાનિકારક છે.

જ્યુટ કેરી બેગ

બહાર ખરીદી કરતી વખતે, હંમેશા તમારી સાથે ઘરેથી કેરી બેગ લઈ જાઓ. પ્લાસ્ટિકની થેલીઓને બદલે જ્યુટ કે કાપડમાંથી બનેલી કેરી બેગનો ઉપયોગ કરવાથી પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થશે, જે પર્યાવરણ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. તમે જ્યુટ બેગ અથવા કોઈપણ કાપડમાંથી બનેલી કેરી બેગનો વારંવાર ઉપયોગ કરી શકો છો.

સ્ટીલ અથવા કાચના વાસણો

આપણા રસોડામાં પ્લાસ્ટિકના બનેલા ઘણા ડબ્બા અને વાસણોનો ઉપયોગ થાય છે. જેમ કે પ્લાસ્ટિક પ્લેટ્સ, કન્ટેનર, બેબી બોટલ વગેરે. તેના બદલે, તમે સ્ટીલ અથવા કાચના વાસણો અને કન્ટેનરનો ઉપયોગ કરી શકો છો. આ લાંબા સમય સુધી ચાલશે અને પર્યાવરણને પણ ઘણો ફાયદો થશે.

વાંસની સ્ટ્રો

જ્યારે આપણે કાફે અથવા મોલમાં જઈએ છીએ, ત્યારે અમે હંમેશા સોફ્ટ ડ્રીંક્સ સાથે સ્ટ્રોનો ઉપયોગ કરીએ છીએ. આ સ્ટ્રો પ્લાસ્ટિકમાંથી બનેલી હોય છે, જેને રિસાયકલ નથી કરી શકાતી. તેનો મોટાભાગે દરિયામાં નિકાલ કરવામાં આવે છે, જેના કારણે દરિયાઈ જીવોને નુકસાન થાય છે. તેથી, પ્લાસ્ટિકની સ્ટ્રોને બદલે, તમે વાંસની સ્ટ્રો, સ્ટીલની સ્ટ્રો અથવા કાંચની સ્ટ્રોનો ઉપયોગ કરી શકો છો. તમે તેનો ફરીથી ઉપયોગ પણ કરી શકો છો, જે પર્યાવરણ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે.

અન્ય વસ્તુ

તમને તમારી આસપાસ ઘણી વસ્તુઓ જોવા મળશે, જે પ્લાસ્ટિકની બનેલી છે. તમે તેમની જગ્યાએ લાકડા, કાગળ અથવા સ્ટીલની બનેલી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમે સાબુ રાખવા માટે ગ્લાસ સ્ટેન્ડનો ઉપયોગ કરી શકો છો, શેમ્પૂ માટે કાચની બોટલનો ઉપયોગ કરી શકો છો. પ્લાસ્ટિકના બનેલા બ્રશ અને કાંસકાને બદલે, તમે વાંસ અથવા અન્ય લાકડામાંથી બનેલા બ્રશ અને કાંસકાનો ઉપયોગ કરી શકો છો. પ્લાસ્ટિક રેપને બદલે પેપર રેપનો ઉપયોગ કરો. આવા નાના ફેરફારો અપનાવીને જ તમે પર્યાવરણને બચાવી શકો છો અને પૃથ્વી પર જીવન જીવવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ જાળવી શકો છો.

આ સમાચાર શેર કરો