મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

સાવધાન! આ બીમારીઓમાં ચીકુ ખાવું બની શકે છે ઝેર સમાન, જાણો કયા લોકોએ અંતર રાખવું જરૂરી

સામાન્ય રીતે ગુણકારી ગણાતું આ ફળ જો વધુ પ્રમાણમાં અથવા કેટલીક ખાસ શારીરિક સ્થિતિઓમાં ખાવામાં આવે, તો તે સ્વા

સાવધાન! આ બીમારીઓમાં ચીકુ ખાવું બની શકે છે ઝેર સમાન, જાણો કયા લોકોએ અંતર રાખવું જરૂરી
આ સમાચાર સાંભળો

સામાન્ય રીતે ગુણકારી ગણાતું આ ફળ જો વધુ પ્રમાણમાં અથવા કેટલીક ખાસ શારીરિક સ્થિતિઓમાં ખાવામાં આવે, તો તે સ્વાસ્થ્ય માટે ફાયદાના બદલે નુકસાનનું કારણ બની શકે છે. ચીકુમાં કુદરતી શર્કરા (સુગર) અને કેલરીનું પ્રમાણ ઘણું વધારે હોય છે, જે વજન વધારવા ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. આ ઉપરાંત, કાચા કે અધકચરા પાકેલા ચીકુ ખાવાથી પાચનતંત્ર સંબંધિત ગંભીર સમસ્યાઓ, પેટમાં દુખાવો અથવા એલર્જી જેવી આડઅસરો પણ જોવા મળે છે. તેથી ચીકુના અદ્ભુત સ્વાદ અને ફાયદાઓનો આનંદ માણતી વખતે તેનાથી થતા સંભવિત નુકસાન અને તેની મર્યાદિત માત્રા વિશે જાણવું પણ એટલું જ અનિવાર્ય બની જાય છે.

જાણો, કયા લોકોએ ચીકુ ખાવાથી બચવું જોઈએ 

ડાયાબિટીસના દર્દીઓ માટે જોખમી

ચીકુમાં કુદરતી Sugarનું પ્રમાણ ઘણું વધારે હોય છે. તે ખૂબ જ મીઠું ફળ હોવાથી ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ શુગર લેવલ અચાનક વધારી શકે છે. ડોક્ટરો સલાહ આપે છે કે જો તમારી સુગર નિયંત્રણમાં ન હોય તો ચીકુથી ખાસ કાળજી રાખવી જોઈએ.

એલર્જીની સમસ્યા

ઘણા લોકોને અમુક ફળોથી એલર્જી હોય છે. ચીકુમાં ટેનિન અને લેટેક્સ નામના તત્વો જોવા મળે છે. જે લોકોની ત્વચા સંવેદનશીલ છે અથવા જેમને એલર્જીની ફરિયાદ રહે છે, તેમને ચીકુ ખાવાથી શરીરમાં ખંજવાળ, સોજો કે રેશિસ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

પાચનતંત્ર પર વિપરીત અસર

સામાન્ય રીતે ચીકુ કબજિયાત મટાડે છે, પરંતુ "અતિ સર્વત્ર વર્જયેત" મુજબ, જો તમે વધુ પડતા ચીકુ ખાઓ છો તો તેમાં રહેલું ફાઈબર પાચનતંત્ર પર દબાણ લાવે છે. તેનાથી પેટમાં દુખાવો અથવા ગેસ જેવી સમસ્યાઓ ઉભી થઈ શકે છે.

વજન વધવાનું જોખમ

જે લોકો ડાયટિંગ પર છે અથવા વજન ઘટાડવા માંગે છે, તેમણે ચીકુના સેવનમાં સાવધાની રાખવી જોઈએ. ખાસ કરીને ચીકુ શેક (Chiku Shake) પીવાથી કેલરીનું પ્રમાણ વધી જાય છે, જે સીધી રીતે વજન વધારવા માટે જવાબદાર બને છે.

મોઢાનો સ્વાદ બગડી શકે

ઘણીવાર બજારમાં અર્ધ-કાચા ચીકુ મળતા હોય છે. કાચા ચીકુમાં લેટેક્સ અને ટેનિનનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. જો ભૂલથી પણ કાચું ચીકુ ખાઈ લેવામાં આવે, તો મોઢાનો સ્વાદ કડવો થઈ જાય છે અને ગળામાં ખંજવાળ કે અલ્સર જેવી સમસ્યા પણ થઈ શકે છે.

નોંધ: આ આર્ટિકલ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો