મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Recipes / ઘરે અચાનક મહેમાનો આવી ગયા હોય તો ઝટપટ બનાવી શકો છો આ વાનગીઓ, દરેકને પસંદ આવશે

ઘણી વખત એવું બને છે કે ઘરે અચાનક મહેમાનો આવી જાય છે અને આપણને ખબર નથી હોતી કે તેમને નાસ્તામાં શું પીરસવું. જો કે તમને બજારમાં

Recipes / ઘરે અચાનક મહેમાનો આવી ગયા હોય તો ઝટપટ બનાવી શકો છો આ વાનગીઓ, દરેકને પસંદ આવશે

ઘણી વખત એવું બને છે કે ઘરે અચાનક મહેમાનો આવી જાય છે અને આપણને ખબર નથી હોતી કે તેમને નાસ્તામાં શું પીરસવું. જો કે તમને બજારમાં હંમેશા ઘણી વસ્તુ મળી જશે, પરંતુ ઘણા લોકો એવા હોય છે જેમને બજારમાંથી તૈયાર નાસ્તો લઈ આવવો પસંદ નથી. ઘણા લોકો તેમના મહેમાનોને તૈયાર નાસ્તોને બદલે ઘરે બનાવેલું કંઈક ખવડાવવાનું પસંદ કરે છે.

આ પણ વાંચો: Recipe : શિયાળામાં બનાવો સ્વાદિષ્ટ બાજરીના લાડુ, બનાવવાની રીત છે એકદમ સરળ 

જો તમે પણ એવા લોકોમાંથી એક છો જેમને ઘરે બનાવેલો નાસ્તો સર્વ કરવું પસંદ છે, તો આ લેખ તમારા માટે છે. આ લેખમાં અમે તમને એવી જ કેટલીક નાસ્તાની વસ્તુઓ વિશે જણાવીશું, જે બનાવવી એકદમ સરળ છે. આ વાનગીઓ તૈયાર કરીને તમે તમારા મહેમાનોના દિલ જીતી શકો છો. આ એવા નાસ્તા છે જે બાળકોથી લઈને વડિલો સુધી દરેકને પસંદ આવશે. 

કટલેટ

બટાકાની કટલેટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જ્યારે તમે તેને રવા અથવા બ્રેડ ક્રમ્બ્સમાં લપેટીને તળો છો, ત્યારે તે વધુ ક્રન્ચી બની જશે. તમે તેને ચા સાથે સર્વ કરી શકો છો.

સ્પ્રિંગ રોલ

બજારમાં તૈયાર સ્પ્રિંગ રોલ શીટ્સ ઉપલબ્ધ છે. આ શીટ્સથી તમે તરત જ સ્પ્રિંગ રોલ્સ તૈયાર કરી શકો છો. જો તમારી પાસે વધુ સમય હોય, તો તમે તેમાં શાકભાજીને બદલે નૂડલ્સ ભરી શકો છો.

વેજ સેન્ડવિચ

ઝડપી બનતી વાનગીઓમાં વેજ સેન્ડવિચ એક પરફેક્ટ ઓપ્શન છે. જો તમે ઈચ્છો તો તમે તેને શેકી પણ શકો છો. નહીં તો, મેયોનેઝ નાખીને સેન્ડવીચને રાંધ્યા વિના પણ સર્વ કરી શકો છો.

ક્રિસ્પી કોર્ન

જ્યારે તમારા ઘરે અચાનક કોઈ મહેમાન આવે છે, તો તમે ક્રિસ્પી કોર્ન તૈયાર કરી શકો છો અને તેમને ખવડાવી શકો છો. જો તમે તેને ઠંડા પીણા સાથે સર્વ કરશો તો લોકો ચોક્કસપણે તમારા વખાણ કરશે.

કોલ્ડ સલાડ

બાળકોને આ ખૂબ પસંદ આવે છે. આવામાં તમારે સતત રસોડામાં રહેવાની જરૂર નહીં પડે. તમે તેને પહેલેથી બનાવીને ફ્રીજમાં રાખી શકો છો, અથવા મહેમાન આવે ત્યારે તમારી પસંદગી મુજબના શાકભાજી ઉમેરીને આ કોલ્ડ સલાડ તૈયાર કરી શકો છો. 

પાપડ ચાટ

પાપડ દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે. આવી સ્થિતિમાં, જો તમે ઝડપથી કંઈક બનાવવા માંગતા હોવ તો પાપડ ચાટ સારો ઓપ્શન છે. આ માટે તમારે વધુ મહેનત કરવાની જરૂર નહીં પડે. પાપડ શેકીને તેની ઉપર ડુંગળી-ટમેટા તેમજ ચટણી ઉમેરીને તેણે તરત સર્વ કરી શકાય છે. 

આ સમાચાર શેર કરો