નાસ્તામાં બનાવો સ્વાદિષ્ટ કોર્ન સેન્ડવીચ, નોંધી લો સરળ રેસીપી
નાસ્તા માટે સેન્ડવીચ બનાવવી એ સૌથી સરળ અને સારો વિકલ્પ છે. તે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને તેને અલગ અલગ રીતે બન

નાસ્તા માટે સેન્ડવીચ બનાવવી એ સૌથી સરળ અને સારો વિકલ્પ છે. તે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને તેને અલગ અલગ રીતે બનાવી શકાય છે. આજે અમે તમને કોર્ન સેન્ડવીચ બનાવવાની રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે તમારા સવારના અથવા સાંજના નાસ્તામાં બનાવી શકો છો.
સામગ્રી
- બ્રેડની સ્લાઈસ – 4
- કાળા મરીનો પાવડર – 1/4 ચમચી
- મીઠું – જરૂર મુજબ
- અમેરિકન મકાઈના દાણા – 2 કપ
- ચેડાર ચીઝ – 1 કપ
- લીલા મરચા – 2
- બેસિલ – જરૂર મુજબ
- કેપ્સીકમ – 1/2 કપ
- રેડ ચીલી ફ્લેક્સ – જરૂર મુજબ
બનાવવાની રીત
- સૌથી પહેલા મધ્યમ આંચ પર એક તપેલી મૂકો અને તેમાં પાણીની સાથે મકાઈના દાણા ઉમેરીને ઉકાળો.
- જ્યારે મકાઈ ઉકળી જાય, ત્યારે તેને બાઉલમાં કાઢી ઠંડા થવા માટે બાજુ પર રાખો.
- મકાઈના દાણા ઠંડા થઈ જાય એટલે તેમાં ચેડાર ચીઝ, રેડ ચીલી ફ્લેક્સ, લીલું મરચું અને મીઠું મિક્સ કરો.
- હવે આ બધી સામગ્રીને બ્લેન્ડરમાં મૂકો અને તેની ઘટ્ટ પેસ્ટ બનાવી લો.
- હવે આ પેસ્ટને બ્રેડની 2 સ્લાઈસ પર સરખી રીતે ફેલાવો.
- ત્યારબાદ તેના પર બારીક સમારેલા કેપ્સિકમ, કાળા મરીનો પાવડર અને બેસિલ અને ચેડાર ચીઝ ઉમેરો અને બીજી બ્રેડ સ્લાઈસથી ઢાંકી દો.
- સેન્ડવીચ ગ્રીલરને ગરમ કરો અને તેની અંદર આ સેન્ડવીચ મૂકો. તેને 5-7 મિનિટ સુધી ગ્રીલ થવા દો.
- સેન્ડવીચ ગ્રીલ થઈ જાય એટલે તેને તમારી પસંદગીના ડીપ અથવા ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.
- તમે ઈચ્છો તો સેન્ડવીચને તવા પર પણ શેકી શકો છો.






