મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

લૂથી બચવું હોય તો આ શરબત પીવો, તે શરીરને રાખશે નીરોગી, જાણો અન્ય ફાયદાઓ

ઉનાળાની ઋતુમાં, જો તમે એવા ડ્રિંકની શોધમાં હોવ જે તમને તરત જ રિહાઇડ્રેટ કરે અને તમારા શરીરને સ્વસ્થ બનાવે,

લૂથી બચવું હોય તો આ શરબત પીવો, તે શરીરને રાખશે નીરોગી, જાણો અન્ય ફાયદાઓ

ઉનાળાની ઋતુમાં, જો તમે એવા ડ્રિંકની શોધમાં હોવ જે તમને તરત જ રિહાઇડ્રેટ કરે અને તમારા શરીરને સ્વસ્થ બનાવે, તો સત્તુથી વધુ સારો વિકલ્પ હોઇ શકે નહીં. હા, તમે દેશી પ્રોટીન શેક તરીકે સત્તુનો ઉપયોગ કરી શકો છો. આટલું જ નહીં જો તમે કાળઝાળ ગરમીમાં ડિહાઇડ્રેશનનો અનુભવ કરી રહ્યાં છો, તો સત્તુ શરબત તમને ઘણી રાહત આપી શકે છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તેનું ઠંડું શરબત દરેકને ગમે છે. સત્તુમાં આયર્ન, સોડિયમ, ફાઈબર, આયર્ન, મેંગેનીઝ, પ્રોટીન, મેગ્નેશિયમ મળી આવે છે, જેને પાણીમાં થોડું મીઠું અને લીંબુ ભેળવીને પીવામાં આવે તો તે તરત એનર્જી આપે છે અને શરીરને હાઈડ્રેટ કરે છે. તો ચાલો જાણીએ ઉનાળામાં સત્તુ પીવાથી શું ફાયદા થાય છે.

ઉનાળામાં સત્તુ પીવાના ફાયદા

ડિહાઇડ્રેશનથી દૂર કરો

સત્તુમાં ઠંડકની અસર હોય છે તેથી ઉનાળામાં તેનું સેવન કરવાથી હીટસ્ટ્રોક અને ડિહાઇડ્રેશન થતું નથી. સત્તુનું શરબત પીવાથી પેટ અને શરીર ઠંડુ રહે છે.

ઊર્જા વધારો

જો તમે તમારા શરીરમાં ઈન્સ્ટન્ટ એનર્જી ઈચ્છો છો તો સત્તુનું શરબત પીવો. સત્તુ શરબત તરત એનર્જી વધારે છે. જો તડકા અને પરસેવાના કારણે થાક લાગે છે તો સત્તુનું સેવન કરો.

સ્થૂળતાથી છુટકારો મેળવો

સત્તુમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. જેના કારણે ભૂખ નથી લાગતી અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

પાચન માટે સારું

જો તમને પાચનની સમસ્યા હોય તો સત્તુને તમારા આહારમાં સામેલ કરો. સત્તુમાં હાજર ફાઇબર આંતરડાની સમસ્યાઓ અને કબજિયાતથી રાહત અપાવવામાં ઘણી મદદ કરે છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક

ચણા અથવા જવમાંથી બનાવેલ સત્તુ પણ ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તમે ખાંડને બદલે મીઠું ઉમેરીને ગમે ત્યારે તેનું સેવન કરી શકો છો.

શરીરને ઠંડુ રાખો

ઉનાળાની ઋતુમાં સત્તુનું સેવન કરવાથી શરીરને ઠંડુ રાખી શકાય છે. આવી સ્થિતિમાં હીટ સ્ટ્રોકથી બચવા માટે તમે રોજ સત્તુનું સેવન કરી શકો છો.

ભૂખ વધારો

સંશોધનમાં જાણવા મળ્યું છે કે સત્તુમાં હાજર પોટેશિયમ અને મેગ્નેશિયમ ભૂખ સુધારે છે. આવી સ્થિતિમાં જો તમને ભૂખ ન લાગવાની સમસ્યા હોય તો તમારે સત્તુનું નિયમિત સેવન કરવું જોઈએ.

ડિસક્લેમર:-  આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ/ પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો