મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

હોર્મોનલ ઈમ્બેલેન્સના કારણે વધી શકે છે બેલી ફેટ, સવારે ખાલી પેટે પીઓ આ 2 વસ્તુઓ

બેલી ફેટ (પેટની ચરબી) પાછળ ઘણા કારણો હોઈ શકે છે. સ્ત્રીઓમાં હોર્મોનલ ઈમ્બેલેન્સને કારણે બેલી ફેટ વધી શકે છે. પેટન

હોર્મોનલ ઈમ્બેલેન્સના કારણે વધી શકે છે બેલી ફેટ, સવારે ખાલી પેટે પીઓ આ 2 વસ્તુઓ

બેલી ફેટ (પેટની ચરબી) પાછળ ઘણા કારણો હોઈ શકે છે. સ્ત્રીઓમાં હોર્મોનલ ઈમ્બેલેન્સને કારણે બેલી ફેટ વધી શકે છે. પેટની ચરબી માત્ર ખરાબ જ નથી દેખાતી, પરંતુ તે ઘણી બીમારીઓનું કારણ પણ બની શકે છે. શરીરમાં ઘણા હોર્મોન્સ આપણા પાચન, વજન અને અન્ય કાર્યોને નિયંત્રિત કરે છે. જ્યારે આ હોર્મોન્સમાં વધઘટ થાય છે, ત્યારે તે શરીરને ઘણી રીતે અસર કરે છે. જો તમે પણ બેલી ફેટથી પરેશાન છો, તો નિષ્ણાતોની સલાહ મુજબ 2 વસ્તુઓ પાણીમાં ભેળવીને પીઓ. તેનાથી પેટની ચરબી ઘટશે અને હોર્મોન્સ પણ સંતુલિત રહેશે. ડાયટિશિયન નંદિની આ વિશે માહિતી આપી રહ્યા છે. તે પ્રમાણિત ડાયેટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ છે.

આદુ અને હળદરનું પાણી

નિષ્ણાતોના મતે, આદુ અને હળદરનું પાણી પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. જેના કારણે ચરબી ઓગળવા લાગે છે અને વજન ઘટવા લાગે છે. હળદર અને આદુ બંનેમાં એન્ટિ-ઓક્સિડન્ટ અને બળતરા વિરોધી ગુણો જોવા મળે છે.

ખાલી પેટે આ બે વસ્તુઓનું પાણી પીવાથી પાચનશક્તિ મજબૂત બને છે અને કેલેરી પણ ઝડપથી બર્ન થાય છે. આ માટે આદુનો એક તીકડો અને કાચી હળદરનો ખૂબ નાનો ટુકડો પાણીમાં ઉકાળો. જ્યાં સુધી પાણી અડધુ ન થઈ જાય ત્યાં સુધી તેને ઉકળવા દો અને પછી તેને ખાલી પેટે પી લો. તે થોડા દિવસોમાં પેટની ચરબી ઘટાડી શકે છે. આ સાથે તમારે ડાયટઅને એકસરસાઈઝનું પણ ધ્યાન રાખવું પડશે.

લીમડાનો રસ

લીમડાના પાનમાં એન્ટિ-ઓક્સિડન્ટ, એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-ફંગલ ગુણો જોવા મળે છે. તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને આયુર્વેદમાં તેને ઔષધી ગણવામાં આવે છે. આ ચયાપચયને વધારે છે અને ચરબી ઘટાડે છે.

આ બ્લડ સુગરને નિયંત્રિત કરે છે અને પેટની ચરબીને ઓગળે છે. તેમાં ડિટોક્સીફાઈંગ એજન્ટ જોવા મળે છે, જે શરીરમાં જમા થયેલી ગંદકીને દૂર કરે છે અને લોહીને શુદ્ધ કરે છે. તેમાં રહેલા એન્ટી-માઈક્રોબાયલ ગુણોને કારણે તે કબજિયાતથી રાહત આપે છે. આનાથી શરીર પોષક તત્વોને શોષવાનું સરળ બનાવે છે. લીમડાના 5-7 પાનમાંથી જ્યુસ બનાવીને ખાલી પેટે હૂંફાળા પાણી સાથે પી લો.

નોંધ:- આ સમાચારમાં આપવામાં આવેલી સલાહ નિષ્ણાતો દ્વારા આધારિત છે. આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે, તેથી ડોક્ટરની સલાહ લીધા પછી જ કોઈપણ વસ્તુનો ઉપયોગ કરો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતાનુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

આ સમાચાર શેર કરો