Recipes / બચેલી બ્રેડ ફેંકી દેવાનું વિચારી રહ્યા છો? તેના બદલે આ 6 રીતે કરો તેનો ઉપયોગ
લગભગ દરેકના ઘરે કેટલીક વખત કોઈ વાનગી માટે ખરીદેલા બ્રેડના પેકેટમાં કેટલીક બ્રેડ બચી જાય છે. બ્રેડ જૂન

લગભગ દરેકના ઘરે કેટલીક વખત કોઈ વાનગી માટે ખરીદેલા બ્રેડના પેકેટમાં કેટલીક બ્રેડ બચી જાય છે. બ્રેડ જૂની થતાં કઠણ અથવા વાસી થઈ જાય છે અને લોકો તેને ઘણીવાર ફેંકી દેવાનું વિચારી છે. પરંતુ શું તમે જાણો છો કે આ એક નવી વસ્તુ બનાવાવની તક છે? હા, તમારી બચેલી અથવા થોડી વાસી બ્રેડ ફેંકી દેવાને બદલે, તમે તેનો ઉપયોગ 6 અદ્ભુત રીતે કરી શકો છો. ચાલો જાણીએ કે બચેલી બ્રેડનો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે.
બ્રેડક્રમ્સ
બચી ગયેલી બ્રેડનો શ્રેષ્ઠ ઉપયોગ બ્રેડક્રમ્સ બનાવવાનો છે. આ રસોડાનો એવો હીરો છે જે દરેક વસ્તુને ક્રિસ્પી બનાવે છે. આ કરવા માટે, બ્રેડને નાના ટુકડાઓમાં તોડીને મિક્સરમાં પીસી લો. પછી, તેને તવા પર અથવા ઓવનમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. આ ટુકડાઓને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો. તેનો ઉપયોગ કટલેટ, કબાબ અથવા અન્ય વસ્તુઓના કોટિંગ તરીકે કરો.
ગાર્લિક બ્રેડ ચિપ્સ
બ્રેડને પાતળા ત્રિકોણ આકારમાં કાપો. તેમાં ઓગાળેલું માખણ, લસણ અને ઓરેગાનો લગાવીને અને તેને બેક કરો અથવા ફ્રાય કરો. આ ક્રિસ્પી ચિપ્સ સાંજની ચા અથવા સૂપ સાથે સ્વાદિષ્ટ લાગે છે.
બ્રેડ ઉપમા અથવા પોહા
બચેલી બ્રેડના નાના ટુકડા કરી લો. આ પછી ડુંગળી, મીઠા લીમડાના પાન અને રાઈ સાથે ઉપમા અથવા પોહાની જેમ વઘારી લો. આ ઝડપી અને સ્વાદિષ્ટ નાસ્તો બની જશે. બ્રેડ વઘારમાં મસાલાનો સ્વાદ ખૂબ સારી રીતે શોષી લે છે.
બ્રેડ પુડિંગ
સ્વીટ ખાવાના શોખીન લોકો માટે આ એક ક્લાસિક રેસીપી છે. બ્રેડના ટુકડાને દૂધ, ખાંડ અને વેનીલા એસેન્સના મિશ્રણમાં પલાળી રાખો. તેને બેક કરો અથવા સ્ટીમ કરો. આ એક ગરમ અને કમ્ફર્ટિગ મીઠાઈ છે જે બનાવવામાં ખૂબ જ સરળ છે.
શાહી ટુકડા
જો તમારી પાસે થોડી જ બ્રેડ બચી હોય, તો તેને ઘીમાં ડીપ-ફ્રાય કરો અને તેને ખાંડની ચાસણીમાં પલાળી રાખો. તેની ઉપર રબડી અને ડ્રાય ફ્રુટ્સ નાખીને સર્વ કરો. તમારી જૂની બ્રેડ એક અદ્ભુત શાહી મીઠાઈમાં પરિવર્તિત થઈ જશે.
સૂપ ઘટ્ટ કરવાની ટિપ
આ એક એવું 'હેક' છે, જેને ઓછા લોકો જાણે છે. જ્યારે તમે સૂપ કે શાકભાજી બનાવી રહ્યા હોવ અને તેને ઘટ્ટ કરવા માંગતા હોવ, ત્યારે બ્રેડના એક કે બે ટુકડા પાણીમાં પલાળી અને તેને પીસી લો. આ જાડી પેસ્ટ સૂપમાં ઉમેરો. આ તમારા સૂપને કોઈપણ કોર્નફ્લોર વગર અને તેના સ્વાદમાં ફેરફાર કર્યા વિના તરત જ ઘટ્ટ અને ક્રીમી બનાવશે.






