મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Recipe / દુધીને બદલે આ બે વસ્તુમાંથી બનાવો સ્વાદિષ્ટ કોફતા, બાળકોથી વડીલો સુધી દરેકને પસંદ આવશે

આજે ભોજનમાં શું બનાવવું? મોટાભાગના લોકો આ પ્રશ્નનો સામનો કરે છે. ફ્રિજ શાકભાજીથી ભરેલું હોય કે રસોડું મસાલાન

Recipe / દુધીને બદલે આ બે વસ્તુમાંથી બનાવો સ્વાદિષ્ટ કોફતા, બાળકોથી વડીલો સુધી દરેકને પસંદ આવશે

આજે ભોજનમાં શું બનાવવું? મોટાભાગના લોકો આ પ્રશ્નનો સામનો કરે છે. ફ્રિજ શાકભાજીથી ભરેલું હોય કે રસોડું મસાલાની સુગંધથી ભરેલું હોય, છતાં શું બનાવવું તે નક્કી કરવું મુશ્કેલ લાગે છે. આપણે બપોરના ભોજનમાં દાળ અને અન્ય વિવિધ શાકભાજીનો સમાવેશ થાય છે. દરેક શાકભાજી અલગ રીતે તૈયાર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, કેટલાક લોકો દૂધીને સાદી રીતે ખાવાનું પસંદ કરે છે, જ્યારે અન્ય લોકો કોફતા બનાવવાનું પસંદ કરે છે.

પરંતુ તમે દૂધી ઉપરાંત અન્ય સામગ્રીમાંથી પણ કોફતા બનાવી શકો છો. તમે આલુ-પનીર, પાલક અને મિક્સ શાકભાજી સાથે કોફતા બનાવી શકો છો. તમે તેને લંચ કે ડિનર માટે બનાવી શકો છો. આ ઉપરાંત તમે મહેમાનો માટે પણ આ સ્વાદિષ્ટ વાનગી તૈયાર કરી શકો છો, તે બાળકોથી લઈને વડીલો સુધી બધાને પસંદ આવશે.

આલુ-પનીર કોફતા

સામગ્રી

  • 3 બાફેલા બટાકા
  • 100 ગ્રામ છીણેલું પનીર
  • 2 ચમચી કોર્નફ્લોર અથવા ચણાનો લોટ
  • 1 બારીક સમારેલું મરચું
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • 3/4 ચમચી ગરમ મસાલો
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ
  • 3 ટામેટા
  • 1 ડુંગળી
  • આદુ અને લસણની પેસ્ટ
  • 8થી 10 કાજુ
  • 1 ચમચી ધાણા પાવડર
  • 1/4 ચમચી હળદર
  • કોથમરી
  • 2 ચમચી મલાઈ
  • 2 ચમચી તેલ 
  • સ્વાદ મુજબ મીઠું

બનાવવાની રીત

સૌથી પહેલા એક બાઉલમાં બાફેલા બટાકા, છીણેલું પનીર, લીલા મરચાં અને ગરમ મસાલો ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. હવે ચણાનો લોટ અથવા કોર્નફ્લોર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. નાના ગોળા બનાવો. આ પછી એક પેનમાં તેલ ગરમ કરો અને ગોળાઓને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. હવે ડુંગળી, ટામેટા અને કાજુને થોડા સાંતળી લો અને પછી ગ્રાઈન્ડરમાં ઉમેરી સ્મૂધ પેસ્ટ બનાવી લો. ત્યારબાદ એક પેનમાં થોડું તેલ ગરમ કરો. હવે તેમાં આદુ અને લસણની પેસ્ટ ઉમેરો અને સુગંધ આવે ત્યાં સુધી સાંતળો.

હવે તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો. તેલ છૂટું પડે ત્યાં સુધી સુધી પકાવો. હવે તેમાં હળદર, લાલ મરચું, ધાણા પાવડર, મીઠું અને ગરમ મસાલો ઉમેરો. આ પછી થોડું પાણી ઉમેરો અને ગ્રેવીને 4થી 5 મિનિટ સુધી રાંધો. હવે તમે મલાઈ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. સર્વ કરતા પહેલા, ગ્રેવીમાં તળેલા કોફતા ઉમેરો. તેને હળવા હાથે મિક્સ કરો અને ઢાંકીને 2 મિનિટ માટે રાંધો. છેલ્લે તેને થોડી મલાઈ અને કોથમરીથી ગાર્નીશ કરો. તમે આ આલુ-પનીર કોફતાને પરાઠા, તંદૂરી રોટલી અથવા જીરા રાઈસ સાથે સર્વ કરી શકો છો.

આ સમાચાર શેર કરો