મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Recipes / હળવી ભૂખ માટે બેસ્ટ રહેશે આ 5 નાસ્તા, મહેમાનોને પણ કરી શકશો સર્વ

શું તમને ક્યારેય સાંજે અચાનક ભૂખ લાગે છે અથવા ક્યારેક અચનાક ઘરે મહેમાન આવી જાય ત્યારે તેમને નાસ્તામાં આપવા માટે તમારી

Recipes / હળવી ભૂખ માટે બેસ્ટ રહેશે આ 5 નાસ્તા, મહેમાનોને પણ કરી શકશો સર્વ

શું તમને ક્યારેય સાંજે અચાનક ભૂખ લાગે છે અથવા ક્યારેક અચનાક ઘરે મહેમાન આવી જાય ત્યારે તેમને નાસ્તામાં આપવા માટે તમારી પાસે માત્ર બિસ્કિટ જ હોય છે? જો હા, તો તમે એકલા નથી, ઘણા લોકો આ મૂંઝવણનો સામનો કરે છે, જ્યારે ભૂખ લાગી હોય અને સ્વાદિષ્ટ, ક્રન્ચી અને સ્વસ્થ ખાવાની ઈચ્છા થતી હોય.

ઘણીવાર, સ્વાદની શોધમાં આપણે બિનઆરોગ્યપ્રદ નાસ્તા ખાવા બદલ ગિલ્ટી ફિલ કરીએ છીએ. આવી સ્થિતિમાં, તમને નાસ્તાના કેટલાક હેલ્ધી ઓપ્શન જણાવી રહ્યા છીએ. જે સાંજની હળવી ભૂખ સંતોષવા માટે બેસ્ટ હોઈ શકે છે. આ સિવાય જો તમારી ઘરે અચાનક મહેમાન આવી જાય તો તમે તેમને પણ આ નાસ્તા સર્વ કરી શકો છો.

મસાલેદાર મખાના

મખાના અથવા ફોકસ નટ્સ, પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોય છે અને તેમાં કેલરી પણ ઓછી હોય છે. આ એક પરફેક્ટ નાસ્તો હોઈ શકે છે.

બનાવાવની રીત: એક ચમચી ઘીમાં મખાનાને થોડા શેકી લો. આ પછી તેમાં થોડું મીઠું, મરી, ચાટ મસાલો અને એક ચપટી હળદર ઉમેરો. તમારો ક્રિસ્પી અને મસાલેદાર નાસ્તો તૈયાર છે. તે ચિપ્સનો એક હેલ્ધી ઓપ્શન છે.

ફણગાવેલા કઠોળની ચાટ

ફણગાવેલા કઠોળ (જેમ કે મગ અથવા ચણા) પોષણનો ભંડાર છે. આ નાસ્તો ખાસ કરીને બાળકો અને ફિટનેસ પર ખુ ધ્યાન આપનારા લોકો માટે સારો છે.

બનાવાવની રીત: ફણગાવેલા કઠોળને ઉકાળી લો અથવા કાચી પણ રાખી શકો છો. હવે તેમાં બારીક સમારેલી ડુંગળી, ટામેટા, કાકડી, લીલા મરચાં (વૈકલ્પિક), લીંબુનો રસ અને મીઠું ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. આ ચાટ પ્રોટીન અને વિટામિનથી ભરપૂર છે અને તેનાથી પેટ જલ્દી ભરાય જાય છે.

ફ્રુટ અને પનીર ક્યુબ્સ

જ્યારે તમે મીઠું અને નમકીન બંને વસ્તુનો આનંદ માણવા માંગતા હોવ ત્યારે આ નાસ્તો યોગ્ય છે. પનીર પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે, જ્યારે ફળ કુદરતી મીઠાશ અને ઉર્જા પ્રદાન કરે છે.

બનાવાવની રીત: પનીરને નાના ક્યુબ્સમાં સમારી લો. આ પછી તમારા મનપસંદ ફળ, જેમ કે દ્રાક્ષ, સ્ટ્રોબેરી અથવા સફરજનને પણ નાના ટુકડાઓમાં સમારી લો. હવે આ ક્યુબ્સ પર ટુથપીક લગાવો, જેથી તેને ખાવામાં સરળતા રહે. જો તમે ઈચ્છો, તો તમે તેના પર થોડો કાળા મરીનો પાવડર છાંટી શકો છો.

શેકેલા ચણા

શેકેલા ચણા ભારતીય ઘરોમાં ઘણા સમયથી ખાવામાં આવે છે અને તેને સુપરફૂડ માનવામાં આવે છે. તેમાં આયર્ન અને ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે.

બનાવવાની રીત: તેમને તૈયાર કરવાની જરૂર નથી, તે બજારમાં સરળતાથી મળી જાય છે. ફક્ત તેમને એક બાઉલમાં કાઢો, ઉપર થોડું કાળું મીઠું છાંટીને ચા સાથે ખાઓ. તે તમારી ભૂખને લાંબા સમય સુધી શાંત રાખશે.

વેજીટેબલ સેન્ડવિચ

જો તમારી પાસે થોડો વધુ સમય હોય, તો ઝડપથી બની જતી વેજીટેબલ સેન્ડવિચ એક હળવો અને પેટ ભરીને ખાવાનો વિકલ્પ છે.

બનાવાવની રીત: બે બ્રાઉન બ્રેડ સ્લાઈસ લો. દરેક સ્લાઈસ પર થોડું માખણ અથવા લીલી ચટણી લગાવો. તેના ઉપર કાકડી, ટામેટા, બાફેલા બટાકા (વૈકલ્પિક) અને ડુંગળીની પાતળી સ્લાઈસ રાખો. પછી તેના પર મીઠું અને મરી નાખો અને બ્રેડની બીજી સ્લાઈસથી કવર કરો. આ નાસ્તો તમને ઉર્જા આપશે અને તમારી ભૂખ પણ સંતોષશે.

આ સમાચાર શેર કરો