Hair Care Tips / ભીના વાળને સૂકવતી વખતે ન કરો આ ભૂલો, નહીં તો થશે મોટું નુકસાન
વાળની સંભાળ લેવાનું પ્રથમ અને મૂળભૂત પગલું તેને ધોવાનું છે. તેનાથી સ્કેલ્પ અને વાળમાંથી ગંદકી દૂર થાય છે

વાળની સંભાળ લેવાનું પ્રથમ અને મૂળભૂત પગલું તેને ધોવાનું છે. તેનાથી સ્કેલ્પ અને વાળમાંથી ગંદકી દૂર થાય છે અને વાળ વધુ સ્વસ્થ દેખાય છે. જો કે, મોટાભાગના લોકો વાળ ધોયા પછી તેને સૂકવવા પર વધુ ધ્યાન નથી આપતા. તમને કદાચ ખબર નહીં હોય, પરંતુ તમે જે રીતે તમારા વાળ સૂકવો છો તેની પણ વાળના સ્વાસ્થ્ય પર ઊંડી અસર પડે છે.
સામાન્ય રીતે લોકો ભલામણ કરે છે કે વાળ ધોયા પછી બ્લો ડ્રાયરનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે ગરમીથી વાળને ઘણું નુકસાન થઈ શકે છે. આ સાચું છે. તમારા વાળને હવામાં સૂકવવા એ સૌથી સરળ અને શ્રેષ્ઠ પદ્ધતિ માનવામાં આવે છે. પરંતુ જો તમે તમારા વાળને સૂકવતી વખતે કેટલીક નાની ભૂલો કરો છો, તો તે વાળ ખરવાનું પણ કારણ બની શકે છે અને તમારા વાળ પાતળા દેખાઈ શકે છે. આ ભૂલો એટલી નાની હોય છે કે તમે તેની નોંધ પણ નથી લેતા, પરંતુ તે તમારા વાળ અને તેના સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરે છે.
વાળને જોરશોરથી ઝાટકવા
ભીના વાળને સૂકવતી વખતે આ એક સામાન્ય ભૂલ છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે જ્યારે આપણે આપણા વાળ ધોઈએ છીએ ત્યારે તેને સૂકવવા માટે ટુવાલની મદદથી જોરશોરથી ઝાટકવાનું શરૂ કરીએ છીએ. પરંતુ તેનાથી વધુ પડતા વાળ ખરવા લાગે છે. કારણ કે ભીના વાળ વધુ નાજુક હોય છે અને જોરથી ઝાટકવામાં આવે તો te તૂટવાની શક્યતા વધુ હોય છે. આવી સ્થિતિમાં વાળ પાતળા થવાની સમસ્યા થાય છે.
ભીના વાળમાં કોમ્બિંગ
ઘણીવાર લોકો ભીના વાળમાં કોમ્બિંગ કરવા લાગે છે, પરંતુતમારે આ ભૂલ ન કરવી જોઈએ. ભીના વાળ ખૂબ નાજુક હોય છે. આવી સ્થિતિમાં કોમ્બિંગને કારણે તે તૂટવા લાગે છે. તેથી, તમારે ભીના વાળને કાંસકો કરવાનું ટાળવું જોઈએ. જો તમારે કોઈ કારણસર કાંસકો કરવો પડે, તો તમારે પહોળા દાંતવાળા કાંસકાનો ઉપયોગ કરવો જોઈએ
ટાઈટ હેરસ્ટાઇલ બનાવવી
ઘણી વખત એવું બને છે કે જ્યારે આપણે ભીના વાળ સૂકવીએ છીએ ત્યારે ટાઈટ પોનીટેલ કર બન બનાવીએ છીએ. જેના કારણે વાળ ખૂબ તૂટવા લાગે છે. જ્યારે વાળ ભીના હોય છે અને હેરસ્ટાઇલ બનાવવામાં આવે છે, ત્યારે વાળ ઝડપથી ખેંચાય છે, જેના કારણે તે તૂટી જાય છે અને પાતળા થવા લાગે છે. તેથી, જ્યારે તમે હેર વોશ કરો, ત્યારે તમારે ટાઈટ હેરસ્ટાઇલ બનાવવાનું ટાળવું જોઈએ.
લીવ-ઈન કન્ડિશનરનો ઉપયોગ ન કરવો
aapne ઘણી વખત વાળ ધોયા પછી લીવ-ઈન કન્ડિશનરનો ઉપયોગ કરવો જરૂરી નથી માનતા, પરંતુ તેનાથી વાળ તૂટવાની શક્યતાઓ નોંધપાત્ર રીતે વધી જાય છે. જો તમે એર-ડ્રાયિંગ પહેલાં લીવ-ઈન કન્ડિશનર અથવા ડિટેન્ગલિંગ સ્પ્રેનો ઉપયોગ નથી કરતા, તો તમારા વાળને જરૂરી મોઇશ્ચર નથી મળતું અને વાળ તૂટવા લાગે છે. જેના કારણે સમય સાથે વાળ પાતળા થવા લાગે છે.








