મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

VIDEO: વધતી ગરમી બાળકને કરી શકે છે બીમાર, ડોક્ટરે આપ્યો જીવનરક્ષક 'Triple H' ફોર્મ્યુલા!

ગરમીનો પારો વધી રહ્યો છે અને તેની સીધી અસર આપણા નાના બાળકો પર પડી રહી છે. તીવ્ર તડકો અને લૂ લાગવાને કારણે હોસ્પિ

ગરમીનો પારો વધી રહ્યો છે અને તેની સીધી અસર આપણા નાના બાળકો પર પડી રહી છે. તીવ્ર તડકો અને લૂ લાગવાને કારણે હોસ્પિટલોમાં બાળકોની સંખ્યા વધી રહી છે.  ડો.  જણાવે છે કે સાધારણ લાગતા લક્ષણો ક્યારેક ગંભીર બની શકે છે.

શું છે આ 'ટ્રિપલ H' ફોર્મ્યુલા?

ડોક્ટર્સના મતે ઉનાળામાં બાળકોને બીમારીથી બચાવવા માટે આ ત્રણ વસ્તુઓ રામબાણ ઈલાજ છે:

1. હાઈડ્રેશન (Hydration)

બાળકોના શરીરમાં પાણીની કમી ન થવા દો. માત્ર પાણી જ નહીં, પણ લીંબુ પાણી, નાળિયેર પાણી, છાશ અને તાજા ફળોનો રસ આપતા રહો. આનાથી ડિહાઈડ્રેશનનો ખતરો ટળશે.

2. હેલ્ધી ડાયટ (Healthy Diet)

બહારનું જંક ફૂડ કે તળેલું ખાવાનું ટાળો. બાળકોને હળવો અને પૌષ્ટિક ખોરાક આપો. તરબૂચ, ટેટી, કાકડી અને લીલા શાકભાજી તેમના ડાયટમાં સામેલ કરો. યાદ રાખો, આ મોસમમાં વાસી ખોરાક ઇન્ફેક્શનનું કારણ બની શકે છે.

3. હાઈજીન (Hygiene)

ચોખ્ખાઈ એ સુરક્ષાની પહેલી શરત છે. બાળક બહારથી રમીને આવે ત્યારે કે જમતા પહેલા તેના હાથ સાબુથી ધોવાની આદત પાડો. સ્વચ્છ વાતાવરણ અને શુદ્ધ ખોરાક અડધી બીમારીઓને દૂર રાખે છે.

માતા-પિતા માટે ખાસ ટિપ્સ:

તકડાથી બચાવો: બપોરે 12 થી 4ના ગાળામાં બાળકોને બહાર રમવા ન મોકલો.

કપડાંની પસંદગી: તેમને આછા રંગના અને સુતરાઉ (Cotton) કપડાં જ પહેરાવો.

તાપમાનનું સંતુલન: ઘરનું વાતાવરણ ન બહુ ગરમ કે ન બહુ ઠંડુ (AC/Cooler) રાખવું, તાપમાનમાં અચાનક ફેરફાર બાળકોને બીમાર કરી શકે છે.

બાળકોની ઈમ્યુનિટી ઓછી હોવાથી ઉનાળો તેમના માટે કષ્ટદાયક હોઈ શકે છે. પરંતુ જો તમે આ નાની નાની સાવચેતી રાખશો, તો ગરમી તેમના સ્વાસ્થ્યને બગાડી શકશે નહીં.

નોંધ: આ લેખ ફક્ત તમને જાગૃત કરવાના હેતુ માટે છે. સ્વાસ્થ્ય સમસ્યા અથવા તબીબી સ્થિતિ સંબંધિત કોઈપણ પ્રશ્નો માટે હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.

આ સમાચાર શેર કરો