મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

લૂથી બચાવ ઘરની બહાર નીકળતી વખતે કરો આ કામ, સરકારે જાહેર કરી એડવાઇઝરી

દેશના મોટાભાગના રાજ્યોમાં અત્યારે ભીષણ ગરમી પડી રહી છે. ઘણી જગ્યાએ પારો 40થી 45 ડિગ્રીની નજીક

લૂથી બચાવ ઘરની બહાર નીકળતી વખતે કરો આ કામ, સરકારે જાહેર કરી એડવાઇઝરી

દેશના મોટાભાગના રાજ્યોમાં અત્યારે ભીષણ ગરમી પડી રહી છે. ઘણી જગ્યાએ પારો 40થી 45 ડિગ્રીની નજીક નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર ભારતના ઘણા રાજ્યોમાં આગામી થોડા દિવસ સુધી લૂ જેવું રહેશે. આવા હવામાનમાં મોટાભાગના લોકો બીમાર ના પડે તેને જોતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ હીટવેવથી બચાવ માટે શું કરવું શું ન કરવું તેની એડવાઇઝરી જાહેર કરી છે.

લૂની સ્થિતિમાં કરો આ કામ

ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ભીષણ લૂથી બચવા માટે લોકોને ઘરેથી બહાર નીકળતી વખતે તડકામાં ચશ્મા, છત્રી, ટોપી અને ચપ્પલનો ઉપયોગ કરવાનું કહ્યું છે. જો તમે ખુલ્લામાં કામ કરો છો તો માથું, ચહેરો, હાથ અને પગને ભીના કપડાથી ઢાંકીને રાખો. તડકાથી બચવા માટે છત્રીનો ઉપયોગ કરો. વધુ પાણી પીવો. સૂતરાઉ વસ્ત્ર પહેરો. લૂથી પ્રભાવિત વ્યક્તિને છાયામાં સૂવડાવો અને તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ઘરમાં બનેલા પીણા જેમ કે લસ્સી, આમ પન્ના, ચોખાનું પાણી, લીંબુ પાણી, છાશ વગેરેનું સેવન કરવાની સલાહ આપી છે. જેનાથી શરીરમાં પાણીની ઉણપને ઘટાડી શકાય. હીટ સ્ટ્રોક, હીટ રેશ, હીટ કેમ્પના લક્ષણો જેમ કે કમજોરી, ચક્કર આવવા, માથાનો દુખાવો, ઉબકા, પરસેવો આવવો, બેભાન થઈ જવું વગેરેને ઓળખો અને તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો. પોતાના ઘરને ઠંડુ રાખો. પડદા, દરવાજા વગેરેનો બંધ રાખો. પંખા, ભીના કપડાનો ઉપયોગ કરો અને વારંવાર સ્નાન કરો. કાર્યસ્થળ પર પીવાનું ઠંડુ પાણી રાખો.

હીવવેવ/લૂમાં શું ન કરવું

પાલતુ પ્રાણી અને બાળકોને ક્યારેય પણ બંધ ગાડીઓમાં એકલા ન મૂકો. બપોરે 11થી 04 વાગ્યાની વચ્ચે તડકામાં જવાનું ટાળો. સૂર્યના તાપથી બચવા માટે જ્યાં સુધી શક્ય હોય ઘરના નીચેના માળે રહો. ઘાટા રંગના ભારે તથા ફિટ કપડા ન પહેરો. જ્યારે બહારનું તાપમાન વધારે હોય ત્યારે શ્રમવાળું કામ ન કરો. વધારે પ્રોટીન તથા વાસી અને સંક્રમિત ખાદ્ય પદાર્થો અને પીણાનું સેવન ટાળો.

આ સમાચાર શેર કરો