મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Skin Care / ત્વચાની ડ્રાયનેસની સમસ્યા થઈ જશે ઓછી, બસ રાત્રે સૂતા પહેલા કરી લો આ ઉપાય

જો તમારી ત્વચા ડ્રાય છે તો તમને પણ ખંજવાળ અને બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ સાથે ડ્રાય સ્કિનને કાર

Skin Care / ત્વચાની ડ્રાયનેસની સમસ્યા થઈ જશે ઓછી, બસ રાત્રે સૂતા પહેલા કરી લો આ ઉપાય

જો તમારી ત્વચા ડ્રાય છે તો તમને પણ ખંજવાળ અને બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ સાથે ડ્રાય સ્કિનને કારણે ચહેરાની સુંદરતા પણ ઘટી જાય છે. અમે તમને આવી સ્થિતિમાં ત્વચાની ડ્રાયનેસ કેવી રીતે ઓછી કરી શકાય તેની કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ. આ ટિપ્સની મદદથી ત્વચાની ડ્રાયનેસ તો ઓછી થશે જ, સાથે જ ચહેરા પર ચમક પણ આવશે. જો તમે રાત્રે આ ટિપ્સ ફોલો કરશો તો સ્કિન ડ્રાયનેસની સમસ્યાને ઓછી કરી શકાય છે.

ક્લીંઝરથી ચહેરો સાફ કરો

જો તમારી ત્વચા ડ્રાય છે, તો ચહેરાને સાફ રાખવો જરૂરી છે અને ક્લીંઝરનો ઉપયોગ કરી શકો છો. ચહેરો સાફ કરવા માટે હળવા ક્લીંઝરનો ઉપયોગ કરો. રોજ રાત્રે સૂતા પહેલા આ કામ કરો.

યોગ્ય મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો

ચહેરાને મોઇશ્ચરાઇઝ કરવાથી ત્વચા પર ગ્લો આવે છે, તો સાથે જ તે ત્વચાને હાઇડ્રેટ પણ રાખશે. આ માટે રાત્રે સૂતા પહેલા ચહેરાને મોઇશ્ચરાઇઝ કરો. તમારા ચહેરાને મોઇશ્ચરાઇઝ કરવા માટે, યોગ્ય મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો. તમારા ચહેરા માટે કયા પ્રકારનું મોઇશ્ચરાઇઝર યોગ્ય રહેશે તે જાણવા માટે તમે નિષ્ણાતની સલાહ લઈ શકો છો.

ગુલાબજળ અને ગ્લિસરીનનું મિશ્રણ

ગુલાબજળ અને ગ્લિસરીન બંને વસ્તુઓ અનેક ગુણોથી ભરેલી છે. આ બે વસ્તુઓની મદદથી ત્વચાની ડ્રાયનેસની સમસ્યાને ઓછી કરી શકાય છે. ગુલાબજળ ત્વચાને હાઇડ્રેટ કરવામાં મદદ કરશે, તેમજ ગ્લિસરીન ત્વચાના મોઇશ્ચરને લોક કરવામાં મદદ કરશે. આ બે વસ્તુઓને યોગ્ય માત્રામાં મિક્સ કરો અને રાત્રે સૂતા પહેલા ચહેરા પર લગાવો.

આ સમાચાર શેર કરો