મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

શિયાળામાં સવારે કરો આ 3 યોગાસન, પેટની ચરબી  ઘટશે ઝડપથી

શિયાળામાં પેટની ચરબી વધવાથી દરેક વ્યક્તિ ચિંતિત હોય છે. કારણ કે શિયાળામાં ઠંડીના કારણે હલનચલન ઓચ્ચું થતું હોય

શિયાળામાં સવારે કરો આ 3 યોગાસન, પેટની ચરબી  ઘટશે ઝડપથી

શિયાળામાં પેટની ચરબી વધવાથી દરેક વ્યક્તિ ચિંતિત હોય છે. કારણ કે શિયાળામાં ઠંડીના કારણે હલનચલન ઓચ્ચું થતું હોય છે અને ખોરાક પણ વધુ માત્રામાં લેવાતો હોય છે. આથી વજનમાં થયેલો વધારો સૌથી વધુ પેટની આસપાસ જોવા મળતો હોય છે. આ પેટની ચરબી તમારા સ્વાસ્થ્ય પર ઘણી અસર કરે છે. તેમજ તે તમારા હૃદય માટે પણ ખૂબ નુકસાનકારક છે. તેથી, તમે પેટની ચરબી ઘટાડવા માટે આ 3 યોગાસનો તમને ઉપયોગી નીવળી શકે છે. 

આ પણ વાંચો: આ 5 આદતો લીવરને કરી નાખશે પાયમાલ, કુટેવો જલ્દી સુધારો નહીં તો રોજ ખાવા પડશે દવાખાનાના ધક્કા

ભુજંગાસન પેટની ચરબી ઓછી કરવામાં સૌથી વધુ અસરકારક છે. તેમજ આ યોગાસન તમારા પેટના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને તમારી પાચન તંત્રને પણ સુધારે છે. ભુજંગાસનને કોબ્રા પોઝ પણ કહેવામાં આવે છે. 

ભુજંગાસન કેવી રીતે કરવું ?

- સૌથી પહેલા જમીન પર આસન પાથરીને તેની ઉપર પેટના બળે સૂઈ જાઓ. ત્યારબાદ ઊંડો શ્વાસ લો અને ધીરેથી તમારૂં માથું, છાતી તથા પેટને ઊંચા કરો, નાભિને જમીન પર રાખો.

- ત્યારબાદ તમારા શરીરના ઉપરના ભાગને હાથના ટેકાથી પાછળની તરફ ખેંચો.

- બંને હથેળી પર સરખો ભાર આવે તે રીતે પોઝિશન લો.

- જો શક્ય હોય તો પીઠને બને તેટલી ધનુષની જેમ વાળો અને હાથ સીધા રાખો.

- ત્યારબાદ શ્વાસ બહાર કાઢતા ધીરેથી તમારૂં પેટ, છાતી અને માથું જમીન પર પાછા લાવો.

ભૂજંગાસનમાં શું સાવધાની રાખશો?

ગર્ભાવસ્થા દરમિયાન આ આસન ના કરવું. તેમજ  કાંડા કે પાંસળીમાં કોઈ ઈજા થઈ હોય કે લાંબા ગાળાના રોગ કે કરોડરજ્જુની બીમારી થઈ હોય અથવા તો જો કમરમાં કોઈ ફ્રેક્ચર કે મણકાની સમસ્યા હોય તો પણ આ આસન ના કરવું જોઈએ.

આ સમાચાર શેર કરો