મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

બજેટમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવા માંગો છો, તો ભારતના 5 સ્થળો તમારા માટે રહેશે બેસ્ટ

'બિગ ફેટ ઈન્ડિયન વેડિંગ' કહેવત ખરેખર ભારતીય લગ્નોની વાસ્તવિકતા છે. ભારતમાં લગ્નો માત્ર રિવાજોનું પાલન કરવા પૂરતા મર્ય

બજેટમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવા માંગો છો, તો ભારતના 5 સ્થળો તમારા માટે રહેશે બેસ્ટ

'બિગ ફેટ ઈન્ડિયન વેડિંગ' કહેવત ખરેખર ભારતીય લગ્નોની વાસ્તવિકતા છે. ભારતમાં લગ્નો માત્ર રિવાજોનું પાલન કરવા પૂરતા મર્યાદિત નથી, બલ્કે તે ભવ્ય ઉજવણી પણ છે. તાજેતરના વર્ષોમાં, ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. અગાઉ, દુલ્હનને તેના પિતાના ઘરેથી વિદાય આપવામાં આવતી હતી, પરંતુ હવે લગ્ન એક ચોક્કસ જગ્યાએ યોજવામાં આવે છે, મોટાભાગે અન્ય શહેરમાં લગ્ન કરવામાં આવે છે, જેને ડેસ્ટિનેશન વેડિંગ કહેવામાં આવે છે.

બોલિવૂડની ઘણી હસ્તીઓએ પણ આ ટ્રેન્ડ અપનાવ્યો છે. ઉદયપુર, ગોવા, હૈદરાબાદ, જયપુર અને જોધપુર જેવા શહેરો ભારતમાં ડેસ્ટિનેશન વેડિંગ માટે ખૂબ જ લોકપ્રિય છે. આ શહેરો તેમની સુંદરતા અને શાહી ભવ્યતાથી વિશ્વભરના લોકોને આકર્ષે છે. જો કે, આ સ્થળોએ લગ્ન કરવા થોડા ખર્ચાળ હોઈ શકે છે. પરંતુ ચિંતા કરશો નહીં, તમારું બજેટ મર્યાદિત હોવા છતાં પણ તમે ભારતમાં ઘણી સુંદર જગ્યાઓ પર ડેસ્ટિનેશન વેડિંગ કરી શકો છો. ચાલો તમને જણાવીએ.

પુષ્કર, રાજસ્થાન

જો તમે શાહી લગ્નનું સપનું જોતા હોવ તો રાજસ્થાનનું નાનકડું શહેર પુષ્કર તમારા માટે યોગ્ય સ્થળ છે. અરવલ્લી પર્વતોથી ઘેરાયેલું આ પ્રાચીન શહેર તેની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઈતિહાસ માટે જાણીતું છે. પુષ્કર નજીક ઘણી ઐતિહાસિક હવેલીઓ અને મહેલો છે જે તમારા લગ્ન સમારોહને રોયલ બનાવી શકે છે. આ ઈમારતોની કોતરણીવાળી છત, રંગબેરંગી દરવાજા અને અન્ય વસ્તુઓ તમારા ખાસ દિવસને વધુ ખાસ બનાવશે.

અલીબાગ, મહારાષ્ટ્ર

શું તમે બિચ પર વૈભવી લગ્નનું સ્વપ્ન જુઓ છો, પરંતુ ગોવાનું બજેટ તમારા માટે થોડું વધારે છે? તો નિરાશ થવાની બિલકુલ જરૂર નથી, મુંબઈથી માત્ર 2 કલાકના અંતરે આવેલું અલીબાગ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. અલીબાગ મુંબઈની ધમાલથી દૂર શાંતિપૂર્ણ અને સુંદર સ્થળ છે. અહીં તમને ગોવા જેવા સુંદર બિચ, પામ ટ્રી અને વાદળી સમુદ્રનો નજારો જોવા મળશે અને સાથે જ તમને મુંબઈ જેવી શહેરી સુવિધાઓ પણ મળશે. મુંબઈથી અલીબાગ પહોંચવું ખૂબ જ સરળ છે. તમે અહીં બસ, ટ્રેન અથવા વ્યક્તિગત કાર દ્વારા પણ આવી શકો છો.

માંડુ, મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલું માંડુ ભારતના સૌથી સુંદર અને ઐતિહાસિક શહેરોમાંનું એક છે. તેના ભવ્ય સ્થાપત્ય, સમૃદ્ધ ઈતિહાસ અને પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતું, માંડુ ડેસ્ટિનેશન વેડિંગ માટે પણ યોગ્ય સ્થળ છે. માંડુમાં ઘણી લક્ઝરી હોટેલ્સ અને રિસોર્ટ્સ છે જે તમારા મહેમાનો માટે રહેવાની વ્યવસ્થાને પણ સરળ બનાવશે. અહીં ઘણા ભવ્ય કિલ્લાઓ અને મહેલો છે જે તમારા લગ્નને રોયલ લુક આપશે.

અલેપ્પી, કેરળ

અલેપ્પીનું શાંત અને રોમેન્ટિક વાતાવરણ પણ તમારા ડેસ્ટિનેશન વેડિંગ માટે બેસ્ટ હોઈ શકે છે. અહીંની નહેરો, બેકવોટર અને લીલાછમ નારિયેળના વૃક્ષો તમને વેનિસ શહેરની યાદ અપાવશે. અલેપ્પીમાં તમે હાઉસબોટમાં બેસીને તમારા લગ્નની ઉજવણી કરી શકો છો. આ એક એવો અનુભવ હશે જે તમને જીવનભર યાદ રહેશે.

જિમ કોર્બેટ પાર્ક, ઉત્તરાખંડ

તમારા લગ્નને ડ્રીમ વેડિંગબનાવવા માટે જીમ કોર્બેટ નેશનલ પાર્કથી વધુ સારી જગ્યા બીજી કોઈ હોઈ શકે નહીં. તમે અને તમારા પાર્ટનર ઉત્તરાખંડના આ સુંદર નેશનલ પાર્કમાં પ્રકૃતિની ગોદમાં શાહી લગ્ન કરી શકો છો. લીલાછમ જંગલો, શાંત નદીઓ અને સુંદર વાતાવરણ વચ્ચે તમને અને તમારા મહેમાનોને એક અદ્ભુત અનુભવ થશે જે તમને જીવનભર યાદ રહેશે.

આ સમાચાર શેર કરો