મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Hair Oil / નાળિયેર કે એરંડાનું તેલ, તમારા વાળ માટે કયું છે વધુ યોગ્ય? અહીં જાણો બંનેના ફાયદા

જ્યારે વાળની ​​સંભાળની વાત આવે છે, ત્યારે તેલને પહેલો અને સૌથી જરૂરી ઉપાય માનવામાં આવે છે. ભારતીય પરંપરામ

Hair Oil / નાળિયેર કે એરંડાનું તેલ, તમારા વાળ માટે કયું છે વધુ યોગ્ય? અહીં જાણો બંનેના ફાયદા

જ્યારે વાળની ​​સંભાળની વાત આવે છે, ત્યારે તેલને પહેલો અને સૌથી જરૂરી ઉપાય માનવામાં આવે છે. ભારતીય પરંપરામાં, તેલ માલિશ ફક્ત વાળને પોષણ આપવા માટે જ નહીં, પણ રીલેક્સ થવા માટે પણ જરૂરી રહી છે. જોકે, ઘણીવાર લોકોના મનમાં સવાલ આવે છે કે કયું તેલ વાળ માટે વધુ ફાયદાકારક છે.

નાળિયેર તેલ અને એરંડા તેલ, જેને કેસ્ટર ઓઈલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે બંને તેમના ગુણધર્મો માટે જાણીતા છે. પરંતુ વાળ માટે કયું સારું છે? ચાલો જાણીએ.

નાળિયેર તેલના ફાયદા

નાળિયેર તેલમાં લૌરિક એસિડ અને મધ્યમ-ચેન ફેટી એસિડ હોય છે, જે વાળના મૂળમાં ઊંડે સુધી પ્રવેશ કરે છે અને તેમને મજબૂત બનાવે છે. આ સિવાય નાળિયેરના તેલના બીજા પણ ઘણા ફાયદા છે.

  • ડેન્ડ્રફ ઘટાડવામાં મદદ કરે છે.
  • વાળને નરમ અને ચમકદાર બનાવે છે.
  • પ્રોટીનના નુકશાન અટકાવે છે, જેના વાળ ખરતા ઓછા થાય છે.
  • નાળિયેરનું તેલ સરળતાથી લગાવી શકાય છે અને રોજિંદા ઉપયોગ માટે યોગ્ય છે.

કોના માટે યોગ્ય છે?

નાળિયેર તેલ પાતળા, સૂકા અને વધુ પડતા પ્રમાણમાં ખરતા વાળ માટે યોગ્ય છે.

એરંડા તેલના ફાયદા શું છે?

એરંડાનું તેલ તેના જાડાપણું અનેપોષણ ક્ષમતા માટે જાણીતું છે. તે રિસિનોલિક એસિડ અને વિટામિન ઇથી ભરપૂર છે. આ તેલ સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે અને વાળના મૂળને એક્ટિવ કરે છે. 

  • વાળના વિકાસને વેગ આપે છે.
  • સ્કેલ્પ પર નવા વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે.
  • એન્ટી-ફંગલ ગુણધર્મોને કારણે સ્કેલ્પના ઈન્ફેકશનને અટકાવે છે.
  • સ્પ્લિટ એન્ડ્સ ઘટાડવા અને વાળ જાડા કરવામાં અસરકારક.

કોના માટે યોગ્ય છે?

ખૂબ જ પાતળા, ક્ષતિગ્રસ્ત અને હેર થીનીંગથી પરેશાન લોકો માટે એરંડાનું તેલ યોગ્ય માનવામાં આવે છે.

કયું સારું છે?

જો તમારા વાળ નબળા છે અને તે ખૂબ જ વધુ પ્રમાણમાં ખરે છે, તો નાળિયેર તેલ તમારા માટે વધુ ફાયદાકારક રહેશે. જો તમે તમારા વાળ ઝડપથી વધારવા માંગો છો અને જાડા વાળ મેળવવા માંગો છો, તો એરંડાનું તેલ યોગ્ય પસંદગી છે. બંને તેલ તેમના અનન્ય ગુણધર્મોને કારણે વાળ માટે અત્યંત ફાયદાકારક છે. શ્રેષ્ઠ રીત એ છે કે તેમને મિક્સ કરો અને તમારા વાળ પર લગાવો, તે તમારા વાળને મજબૂત, લાંબા અને જાડા બનાવશે.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

આ સમાચાર શેર કરો