મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

કોલેસ્ટ્રોલ, અપચો સહિત અનેક રોગોમાં તજ ફાયદાકારક, જાણો તેનું સેવન કેવી રીતે કરવું જોઈએ

તજનો ઉપયોગ કરીને તમે તમારા શરીરને સ્વસ્થ રાખી શકો છો. આના સેવનથી તમે શારીરિક અને માનસિક રીતે

કોલેસ્ટ્રોલ, અપચો સહિત અનેક રોગોમાં તજ ફાયદાકારક, જાણો તેનું સેવન કેવી રીતે કરવું જોઈએ

તજનો ઉપયોગ કરીને તમે તમારા શરીરને સ્વસ્થ રાખી શકો છો. આના સેવનથી તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશો. આ એક એવો મસાલો છે જે દરેક રસોડામાં ઉપલબ્ધ હોય છે અને તેનો ઉપયોગ સ્વાસ્થ્ય લાભ મેળવવા માટે કોઈપણ સ્વરૂપમાં કરી શકાય છે. આ મસાલામાં શરીરને સ્વસ્થ અને મજબૂત બનાવતા તમામ જરૂરી તત્વો હોય છે.

આયુર્વેદ ડૉક્ટર જણાવ્યું કે તજ એક એવો મસાલો છે જે દરેક રસોડામાં સરળતાથી ઉપલબ્ધ છે. તજમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગસ, એન્ટી વાયરસ ગુણો જોવા મળે છે. તેનો ઉપયોગ કરવાથી માનસિક તણાવ અને માનસિક સ્વાસ્થ્ય નિયંત્રણમાં રહે છે. તેમજ જ તે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવાનું કામ કરે છે અને હૃદય સંબંધિત સમસ્યાઓને ઝડપથી દૂર કરવામાં પણ મદદ કરે છે. તેનો ઉપયોગ ડૉક્ટરની દેખરેખ હેઠળ થવો જોઈએ.

દૂધ અને પાણી સાથે પણ વાપરી શકાય છે

આયુર્વેદ ડૉક્ટરે જણાવ્યું કે તમે તજને શાકભાજીમાં ઉમેરીને તેનો ઉપયોગ કરી શકો છો. તમે તેનો પાવડર બનાવીને દૂધ અને પાણી સાથે પણ ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ કરવાથી દરેક વ્યક્તિ સ્વાસ્થ્ય લાભ મેળવે છે. સગર્ભા સ્ત્રીઓએ તેનો ઉપયોગ ન કરવો જોઈએ અને પેટની સમસ્યાથી પીડાતા લોકોએ પણ તેનો ઉપયોગ ટાળવો જોઈએ. આ એક એવો ઔષધીય મસાલો છે, જે ડઝનબંધ આશ્ચર્યજનક ફાયદા આપે છે અને તેનો ઉપયોગ કરવાથી તમને શરીર પર ખૂબ જ ઝડપથી આશ્ચર્યજનક લાભ મળે છે.

કોલેસ્ટ્રોલ

શરીરમાં વધેલા કોલેસ્ટ્રોના પ્રમાણને ઓછું કરવા માટે તજનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. તજને ચા સાથે સેવન કરવાથી કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં લાવી શકાય છે. 

અપચો

અપચો, પેટનો સામાન્ય દુખાવો અને છાતીમાં બળતરા થતી હોય તો તજ, સૂંઠ, જીરૂ, અને એલચી સમાન માત્રામાં લઇ તેનો પાવડર બનાવી ગરમ પાણી સાથે પીવાથી ફાયદો થાય છે. તજ, કાળા મરીનો ભૂક્કો, અને મધ ભેળવી ભોજન પછી લેવાથી પેટમાં ગેસની તકલીફ થતી નથી.  ઊલટી જેવું થવું, ગભરામણ થવી, ઊલ્ટી તેમજ દસ્ત રોકવા માટે તજનું પાણી પીવાથી રાહત થાય છે.  તજના  સેવનથી પેટ, ગેસ, કબજિયાતની સમસ્યાથી રાહત થાય છે. તજને દૂધસાથે સેવન કરવાથી પાચનતંત્ર વ્યવસ્થિત રહે છે. 

શરદી

તજમાં કેલ્શિયમ પુષ્કળ માત્રામાં હોય છે. જે હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે. તજના સેવનથી હાડકાને નબળા પડતાં અટકાવી શકાય છે. 

ગઠિયા વા

હુફાળા  પાણીમાં તજ અને મધ ભેળવીને પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. તેના તેલથી ઘૂંટણ પર પણ મસાજ કરી શકાય છે. તજ અને તુલસીના પાન ભેળવી પાણી ઉકાળી ગાળીને દિવસમાં વારંવાર પીવાથી પગના દુખાવામાં રાહત થાય છે. 

ડાયાબિટીસ

ડાયાબિટીસના દરદીઓ તજયુક્ત પાણી પીએ તો ડાયાબિટીસ કન્ટ્રોલમાં રહે છે. 

વીર્યવૃદ્ધિ

વીર્ય વૃદ્ધિ માટે તજનો પાવડર સાંજના હુંફાળા  દૂધ સાથે લેવું, 

વજન ઘટાડવા

શરીર પરના મેદને ઓછો કરવા અને વજન ઘટાડવા માટે સવારે તજવાળી ચાનું સેવન કરવાથી ફાયદો થાય છે.

માથાનો દુખાવો

ઠંડીના કારણે માથું દુખતું હોય તો તજને પાણી સાથે વાટી કપાળ પર લગાડવું. 

કેન્સર

તજના સેવનથી કેન્સર સેલ્સની ગ્રોથને ઓછી કરી શકાય છે. રક્તવાહિનીઓમાં ટયૂમરનું નિર્માણ  સીમીત કરે છે અને કેન્સરની કોશિકાઓને મારે છે. 

બ્લડપ્રેશરને અંકુશમાં રાખે

સંશોધનના અનુસાર તજનું સેવન બ્વડપ્રેશરને અંકુશમાં રાખવા માટે મદદગાર સાબિત થાય છે. એન્ટી વાયરલ ગુણોતજ એન્ટી વાયરલ ગુણોથી ભરપુર હોય છે. તેમાં ફ્લૂ અને ડેન્ગ્યુ જેવા તેમજ વિવિધ વાયરસથી બચાવવાના ગુણ હોય છે. 

હેડકી

હેડકી આવવી એ સામાન્ય વાત છે, પરંતુ ઘણી વખત એકસરખી હેડકી આવતી હોય છે. એવામાં તજ ફાયદાકારક સાબિત થાય છે. તજને ઉકાળી તેનું પાણી પીવાથી રાહત થાય.

ખાસ નોંધ: આ સમાચારમાં આપવામાં આવેલી સલાહ નિષ્ણાતો દ્વારા આધારિત છે. આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે, તેથી ડૉક્ટરની સલાહ લીધા પછી જ કોઈપણ વસ્તુનો ઉપયોગ કરો. મહેરબાની કરીને નોંધ કરો, કોઈપણ ઉપયોગથી થતા કોઈપણ નુકસાન માટે gstv.in/ જવાબદાર રહેશે નહી.

આ સમાચાર શેર કરો