સાંજના નાસ્તા માટે નવીન વાનગી શોધી રહ્યા છો, તો ચીઝી ચિપ્સ ચાટની રેસીપી જાણી લો
જેમ જેમ સાંજ આવે છે તેમ તેમ ઘણા લોકોને થોડીક ભૂખ લાગવા લાગે છે. આવી સ્થિતિમાં લોકો સાંજની ચા સાથે ખાવા માટે કોઈ

જેમ જેમ સાંજ આવે છે તેમ તેમ ઘણા લોકોને થોડીક ભૂખ લાગવા લાગે છે. આવી સ્થિતિમાં લોકો સાંજની ચા સાથે ખાવા માટે કોઈ હળવો અને સ્વાદિષ્ટ નાસ્તો શોધે છે. જો તમે પણ ઘણીવાર સાંજના સમયે ભૂખ લાગવાથી પરેશાન છો અને આ વખતે તમે સાંજની ચા સાથે સ્વાદિષ્ટ ચીઝી ચિપ્સ ચાટ ટ્રાય કરી શકો છો. ચાલો તમને તેની સરળ રેસીપી જણાવી દઈએ.
સામગ્રી
- ચિપ્સ – 1 પેકેટ
- દૂધ – 1/2 કપ
- ચીઝ – 6 ક્યુબ્સ
- પેરી પેરી મસાલો – 2 ચમચી
- ડુંગળી – 2 નંગ
- ટમેટા – 4 નંગ
- કેપ્સીકમ – 1 નંગ
- કોથમીર – જરૂર મુજબ
- લીલા મરચા – 2 નંગ
- ચાટ મસાલો – 1 ચમચી
- મીઠું – સ્વાદ મુજબ
- લીંબુનો રસ – 2 ચમચી
બનાવવાની રીત
- સૌથી પહેલા ચીઝ સોસ બનાવવા માટે ડબલ બોઈલર લો અને તેમાં દૂધ અને ચીઝ ક્યુબ્સ ઉમેરો.
- હવે તેને 5-7 મિનિટ અથવા ચીઝ ઓગળે ત્યાં સુધી પકાવો.
- પછી તેમાં પેરી પેરી મસાલો ઉમેરીને મિક્સ કરો અને ચીઝ સોસને ઠંડો થવા દો.
- એકવાર તે ઠંડો થઈ જાય, તેને બ્લેન્ડરમાં ગ્રાઇન્ડ કરો અને નાના બાઉલમાં ટ્રાન્સફર કરો.
- હવે ચાટ માટે એક મીડીયમ સાઈઝનું બાઉલ લો અને તેમાં બારીક સમારેલી ડુંગળી, ટમેટા, કેપ્સીકમ, કોથમીર, લીલા મરચા, ચાટ મસાલો, લીંબુનો રસ અને મીઠું ઉમેરો.
- આ પછી, એક પ્લેટમાં ચિપ્સ ફેલાવો, તેના ઉપર તૈયાર કરેલી ચાટ અને ચીઝ સોસ ફેલાવો.
- તમે ઈચ્છો તો ચિપ્સ બદલે નાચોઝ પણ લઈ શકો છો.






