મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

દક્ષિણ ભારતમાં કપલ માટે બેસ્ટ છે 5 રોમેન્ટિક ડેસ્ટિનેશન, સ્વર્ગનો અનુભવ કરાવશે આ જગ્યાઓ

દક્ષિણ ભારત તેની પ્રાકૃતિક સુંદરતા, શાંતિપૂર્ણ વાતાવરણ અને સંસ્કૃતિ માટે જાણીતું છે. આ જ કારણ છે કે દુનિયાભરમાંથી

દક્ષિણ ભારતમાં કપલ માટે બેસ્ટ છે 5 રોમેન્ટિક ડેસ્ટિનેશન, સ્વર્ગનો અનુભવ કરાવશે આ જગ્યાઓ

દક્ષિણ ભારત તેની પ્રાકૃતિક સુંદરતા, શાંતિપૂર્ણ વાતાવરણ અને સંસ્કૃતિ માટે જાણીતું છે. આ જ કારણ છે કે દુનિયાભરમાંથી લોકો અહીં આવે છે. અહીંના પર્વતો, દરિયાકિનારા અને ઐતિહાસિક સ્થળો કપલ્સ માટે પરફેક્ટ રોમેન્ટિક ડેસ્ટિનેશનની યાદીમાં સામેલ છે. જો તમે પણ તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક પળો માણવા ઈચ્છો છો, તો દક્ષિણ ભારતના આ સ્થળો તમારા માટે ખાસ હોઈ શકે છે. અમે તમને દક્ષિણ ભારતમાં ફરવા માટેના કેટલાક સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે કપલ્સની પહેલી પસંદ હોઈ શકે છે. ન્યૂલી મેરિડ કપલ ​​પણ અહીં હનીમૂન પ્લાન કરી શકે છે. 

આ પણ વાંચો: ભારતીય સંસ્કૃતિથી રૂબરૂ કરાવે છે શિયાળામાં યોજાતા આ 5 ફેસ્ટિવલ, તમે પણ માણી શકો છો તેનો આનંદ

મુન્નાર

મુન્નારને દક્ષિણ ભારતનું સ્વર્ગ કહેવામાં આવે છે. લીલી ચાના બગીચા, ઠંડા પવન અને સુંદર ધોધ આ સ્થાનને કપલ્સ માટે યોગ્ય બનાવે છે. અહીં જોવા અને મુલાકાત લેવા માટે ઘણું બધું છે. અહીં દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે. અહીં આવ્યા પછી તમારે ટ્રેકિંગનો ચોક્કસ આનંદ લેવો જોઈએ.

કુર્ગ

કર્ણાટકનું કુર્ગ પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગથી ઓછું નથી. આ સ્થળ ગાઢ પર્વતો અને ઝાકળથી ઘેરાયેલું છે. ધોધ અને ટ્રેકિંગથી માંડીને કુર્ગમાં માણવા માટે ઘણું છે. તમે અહીંની સંસ્કૃતિ અને સ્વાદિષ્ટ ખોરાકનો આનંદ લઈ શકો છો. અહીં આવવાનો બેસ્ટ સમય ઓક્ટોબરથી માર્ચ છે. આ જગ્યા કપલ્સની ફેવરિટ જગ્યાઓમાંથી એક છે.

ઊટી

ઉટી દક્ષિણ ભારતના સૌથી પ્રસિદ્ધ હિલ સ્ટેશનોમાંનું એક છે. અહીંની ફ્લાવર વેલી, સરોવરો અને ઊંચા પહાડો કપલ્સને પ્રકૃતિની નજીક લાવે છે. તમે અહીં ઉટી લેક પર બોટિંગનો આનંદ માણી શકો છો. આ સિવાય પણ અહીં ઘણું જોવાલાયક છે.

ગોકર્ણ

કર્ણાટકનું ગોકર્ણ તેના સુંદર દરિયાકિનારા અને શાંતિપૂર્ણ વાતાવરણ માટે જાણીતું છે. આ જગ્યા ગોવાની જેમ ગીચ નથી, તેથી કપલ્સ અહીં આરામની પળો વિતાવવા આવે છે. ઓમ બિચ અને હાફ મૂન બિચની મુલાકાત તમારા માટે યાદગાર બની શકે છે.

પુડુચેરી

પુડુચેરી તેની ફ્રેન્ચ સંસ્કૃતિ માટે જાણીતું છે. આજે પણ તમને આ જગ્યા પર ઘણી એવી વસ્તુઓ જોવા મળશે, જે ભારતીય સંસ્કૃતિમાં ફ્રેન્ચ લોકોના યોગદાનને દર્શાવે છે. અહીંના સુંદર બિચ ખૂબ જ પ્રખ્યાત છે. અહીંના રંગબેરંગી કાફે, ફ્રેન્ચ આર્કિટેક્ચર અને શાંત સમુદ્ર કપલ્સને એક અલગ જ દુનિયામાં લઈ જાય છે. અહીંના રોક બિચ પર કપલ્સ સૂર્યાસ્તનો આનંદ માણી શકે છે.

આ સમાચાર શેર કરો