બર્ડ વોચિંગનો શોખ ધરાવતા લોકો માટે ખાસ છે ગુજરાતના આ 4 સ્થળો, એકવાર જરૂર લો મુલાકાત
ઘણા લોકોને પક્ષીઓ નિહાળવ (બર્ડ વોચિંગ) ગમે છે. આવા લોકો માટે ગુજરાતમાં કેટલાક શ્રેષ્ઠ સ્થળ છે. પ્રવાસી પક્ષીઓ જોવાન

ઘણા લોકોને પક્ષીઓ નિહાળવ (બર્ડ વોચિંગ) ગમે છે. આવા લોકો માટે ગુજરાતમાં કેટલાક શ્રેષ્ઠ સ્થળ છે. પ્રવાસી પક્ષીઓ જોવાના શોખીન લોકો માટે પણ આ જગ્યાઓ સ્વર્ગ સમાન છે. ગુજરાતમાં ઘણી નદીઓ, સરોવરો, જંગલો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્યજીવ અભયારણ્ય છે, જ્યાં પક્ષીઓની 611 પ્રજાતિઓ જોવા મળે છે, જેમાં સ્થાનિક અને સ્થળાંતર કરનારા બંને પક્ષીઓનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં તમે ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડથી લઈને મેક્વીન બસ્ટાર્ડ જેવા અનેક પક્ષીઓ એક જ જગ્યાએ જોઈ શકો છો. તો, આજે આ લેખમાં અમે તમને ગુજરાતની કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવી રહ્યા છીએ, જ્યાં તમે બર્ડ વોચિંગની મજા માણી શકો છો.
પોરબંદર પક્ષી અભયારણ્ય
આ પક્ષી અભયારણ્ય પોરબંદર શહેરમાં આવેલું છે. આ સ્થળ ફ્લેમિંગો, પેલિકન, સ્પૂનબિલ્સ અને વાડર્સની પ્રજાતિઓ સહિત ઘણા જળ પક્ષીઓને આકર્ષે છે. તમે અહીં મુલાકાત લેવા માટે ગમે ત્યારે આવી શકો છો, પરંતુ પોરબંદર પક્ષી અભયારણ્યની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો ગણવામાં આવે છે.
હિંગોલગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય
આ અભયારણ્યમાં કાંટાળા જંગલો અને ઘાસના મેદાનો ધરાવતો અર્ધ શુષ્ક વિસ્તાર છે. આ સ્થળ ભારતીય ગરુડ, ઘુવડ, ભારતીય મોર અને વિવિધ પ્રજાતિઓના લાર્ક અને વોરબલર્સ માટે જાણીતું છે. અહીં તમે ઘણા સુંદર પક્ષીઓ પણ જોઈ શકો છો. હિંગોલગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્યની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી માર્ચ માનવામાં આવે છે. અભયારણ્ય તેના શૈક્ષણિક કાર્યક્રમો માટે પણ જાણીતું છે, જે તેને બર્ડ વોચર માટે એક આદર્શ સ્થળ બનાવે છે, કારણ કે તમે બર્ડ વોચિંગ સાથે તેમના વિશે ઘણું શીખી શકો છો.
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જૂનાગઢ શહેરથી લગભગ 65 કિમી દૂર છે. મુખ્યત્વે એશિયાટિક સિંહોના છેલ્લા આશ્રય તરીકે ઓળખાતું, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન બર્ડ વોચિંગ પણ માટેનું ઉત્તમ સ્થળ છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં 300થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે, જેમાં ક્રેસ્ટેડ સર્પન્ટ ઇગલ, બોનેલીઝ ઇગલ, ચેન્જેબલ હોક-ઇગલ, પેઇન્ટેડ સેન્ડગ્રાઉસ અને ઇન્ડિયન પિટ્ટાનો સમાવેશ થાય છે. અહીં આવવા માટેનો શ્રેષ્ઠ સમય ડિસેમ્બરથી માર્ચ માનવામાં આવે છે.
નળ સરોવર પક્ષી અભયારણ્ય
અમદાવાદથી લગભગ 64 કિમીના અંતરે નળ સરોવર પક્ષી અભયારણ્ય આવેલું છે. આ પક્ષી અભયારણ્ય 120.82 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે, જેમાં એક મોટું તળાવ પણ છે. અહીં પક્ષીઓની 250થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. ખાસ કરીને શિયાળા દરમિયાન જ્યારે યાયાવર પક્ષીઓ આ વિસ્તારમાં આવે છે. અહીં જોવા મળતી પ્રજાતિઓમાં ફ્લેમિંગો, પેલિકન, બતક, સ્ટોર્ક, બગલા અને અનેક પ્રકારના વેડરનો સમાવેશ થાય છે.








