મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Honeymoon Destination / પાર્ટનર સાથે હનીમૂન પર માણવી છે બરફવર્ષાની મજા, તો એક્સપ્લોર આ 3 જગ્યાઓ

ઘણા કપલ્સને સુંદર ખીણો, સુંદર તળાવો અને બરફથી ઢંકાયેલા પહાડો પર હનીમૂન મનાવવાનું પસંદ કરે છે. હનીમૂન એ એક ખાસ

Honeymoon Destination / પાર્ટનર સાથે હનીમૂન પર માણવી છે બરફવર્ષાની મજા, તો એક્સપ્લોર આ 3 જગ્યાઓ

ઘણા કપલ્સને સુંદર ખીણો, સુંદર તળાવો અને બરફથી ઢંકાયેલા પહાડો પર હનીમૂન મનાવવાનું પસંદ કરે છે. હનીમૂન એ એક ખાસ સમય છે જ્યારે કપલ્સ તેમના સંબંધોની શરૂઆતની ઉજવણી કરવા અને એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવા માટે પ્રવાસ પર જાય છે. આવી સ્થિતિમાં, તેઓ તેમના નવા જીવનની શરૂઆતને યાદગાર બનાવવાનું પસંદ કરે છે. આ જ કારણ છે કે ઘણા કપલ્સ તેમના હનીમૂન માટે બરફવર્ષાવાળી જગ્યાએ જવાનું પસંદ કરે છે. ભારતમાં બરફવર્ષા દરમિયાન હવામાન ખૂબ જ ખુશનુમા હોય છે. બરફવર્ષાનું દૃશ્ય ફોટોગ્રાફી માટે ઉત્તમ છે. જો તમે પણ તમારી હનીમૂનને યાદગાર બનાવવા માટે બરફવર્ષાવાળી જગ્યા શોધી રહ્યા છો, તો આ લેખ તમારા માટે ઉપયોગી થશે.

આ પણ વાંચો: Packing Tricks / ટ્રેનમાં મુસાફરી દરમિયાન નહીં થાય કોઈ સમસ્યા, બસ ફોલો કરો આ પેકિંગ ટ્રિક્સ

શિમલા, હિમાચલ પ્રદેશ

ઓછા બજેટમાં ભારતમાં હનીમૂનનું આયોજન કરનારાઓ માટે શિમલા બેસ્ટ સ્થળ છે. શિમલામાં બરફવર્ષા સામાન્ય રીતે ડિસેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે થાય છે. જો તમે ટ્રિપનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમે હવામાન વિભાગની માહિતી અનુસાર ટ્રિપનું પ્લાનિંગ કરી શકો છો. આ સમય દરમિયાન, ઠંડકની સાથે, પર્વતો પર બરફનું એક સુંદર સ્તર જમા થઈ ગયું હોય છે. તમને અહીં બરફવર્ષા જોવાનો મોકો પણ મળશે. હનીમૂન કપલ્સને બરફથી ઢંકાયેલી ટેકરીઓ, લીલાછમ જંગલો અને શિમલાનું શાંત વાતવરણ ગમશે.

મનાલી, હિમાચલ પ્રદેશ

શિમલા કરતાં મનાલીનું બજેટ થોડું વધી શકે છે. પરંતુ અહીં તમને શિમલા કરતા પણ વધુ બરફ જોવા મળશે. તે વધુ ઊંચાઈ પર આવેલું છે, તેથી અહીં ઉપલબ્ધ હોટેલ્સ શિમલા કરતાં થોડી મોંઘી હોઈ શકે છે. અહીં બરફવર્ષા માટેનો બેસ્ટ સમય જાન્યુઆરીથી ફેબ્રુઆરી છે. કારણ કે આ સમયે અહીં સૌથી વધુ બરફ પડે છે. મનાલીનું ઠંડુ અને શાંત વાતાવરણ કપલ્સને એકબીજાને સમજવા અને ખાસ સમય પસાર કરવાની તક આપશે. 

કાશ્મીર

શિમલા-મનાલીની સરખામણીમાં તમને કાશ્મીર જવુંનું થોડું મોંઘું લાગી શકે છે. પરંતુ આ જગ્યા સ્વર્ગથી ઓછી નથી. કાશ્મીરને 'પૃથ્વી પરનું સ્વર્ગ' કહેવામાં આવે છે અને તે બરફવર્ષા માટે બેસ્ટ છે. બરફથી ઢંકાયેલા પર્વતો, ચમકતા સરોવરો અને હરિયાળી તેને રોમેન્ટિક સ્થળ બનાવે છે. જો તમે બરફ જોવા માંગો છો, તો ડિસેમ્બરથી ફેબ્રુઆરીની સિઝનમાં અહીં ફરવાનો પ્લાન બનાવો.

આ સમાચાર શેર કરો