પરિવાર સાથે દરિયા કિનારે ફરવા જવાનું મન છે, તો જાણી લો ભારતની બેસ્ટ બીચ ડેસ્ટીનેશન
ઉનાળાના વેકેશનમાં બાળકો ફરવા જવાની જીદ કરતા હોય છે. આ સમય એવો હોય છે કે માતા-પિતાને પણ તેમના કામમાંથી બ્રેક લેવાની ઈચ્છા થા

ઉનાળાના વેકેશનમાં બાળકો ફરવા જવાની જીદ કરતા હોય છે. આ સમય એવો હોય છે કે માતા-પિતાને પણ તેમના કામમાંથી બ્રેક લેવાની ઈચ્છા થાય છે. ઉનાળામાં જયારે ખૂબ જ ગરમી પડી રહી હોય ત્યારે લોકો પહાડો પર અથવા બીચ પર જવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં જો તમે પણ તમારા પરિવાર સાથે દરિયા કિનારે ફરવા માંગો છો, તો ભારતમાં એવી ઘણા બીચ છે જ્યાં જવાનો પ્લાન બનાવી શકો છો. આ સ્થળો દૂર દૂર સુધી ફેલાયેલો ઊંડો વાદળી સમુદ્ર તેમજ સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવા માટે શ્રેષ્ઠ છે. ચાલો તમને દેશના બેસ્ટ બીચ ડેસ્ટીનેશન વિશે જણાવીએ.
ગોવા
બીચ પ્રેમીઓ માટે ગોવા એક ઉત્તમ સ્થળ છે. તેના સુંદર દરિયાકિનારા અને નાઈટલાઈફ માટે પ્રખ્યાત, ગોવાની પરિવાર સાથે મુલાકાત લઈ શકાય છે. ગોવામાં જેટ સ્કી, બનાના રાઈડ, બમ્પર રાઈડ અને પેરાસેલિંગ જેવી કેટલાક વોટર સ્પોર્ટ્સનો પણ આનંદ માણી શકાય છે.
દીવ
દીવ એક શ્રેષ્ઠ બીચ ડેસ્ટિનેશન છે. અહીં સુંદર બીચ અને ચર્ચ છે. તમે તમારા પરિવાર સાથે અહીં બીચ પર ખૂબ મજા માણી શકો છો. દીવમાં દીવનો કિલ્લો, ચક્રતીર્થ બીચ, પાણીકોટા, ગંગેશ્વર મંદિર, જલંધર બીચ જેવા અનેક સ્થળો છે.
આ પણ વાંચો: Tourist Places: અમદાવાદની નજીક છે આ સુંદર સ્થળો, કુદરતી સૌંદર્ય વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણ
આંદામાન અને નિકોબાર
આંદામાન અને નિકોબાર ભારતના સૌથી જૂના સ્થળોમાંનું એક છે. આ એક એવું સ્થળ છે જે મુલાકાત લેવા બેસ્ટ છે. આંદામાનમાં લગભગ 300 ટાપુઓ છે, જે હજારો વર્ષ જૂના છે. આંદામાનમાં બ્રિટિશ સરકાર દ્વારા બનાવવામાં આવેલી સેલ્યુલર જેલ, જેને કાળા પાણીની જેલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે જોવા જેવી છે. આ સિવાય અહીં ફરવા માટે ઘણું બધું છે.
પુરી
ઓરિસ્સામાં સૂર્ય મંદિરથી 35 કિમી અને ભુવનેશ્વરથી 65 કિમીના અંતરે સ્થિત પુરી બીચની મુલાકાત લઇ શકો છો. ઓરિસ્સાના મુખ્ય આકર્ષણોમાંના એક પુરી બીચ પર પરિવાર સાથે ફરવાનો પ્લાન બનાવો. અહીં જગન્નાથ મંદિરની મુલાકાત લો અને દરિયા કિનારે જઈને સૂર્યાસ્તના સુંદર દૃશ્યનો આનંદ માણો.








