Skin Care Tips / ડ્રાય સ્કિનને કારણે ડલ લાગે છે તમારો ચહેરો, તો અપનાવો આ ઘરેલું ઉપાય
નવેમ્બરની શરૂઆતમાં હવામાન બદલાવા લાગ્યું છે. પરંતુ આ સમય દરમિયાન સ્વાસ્થ્ય અને ત્વચા બંનેની વિશેષ કાળજી લેવા

નવેમ્બરની શરૂઆતમાં હવામાન બદલાવા લાગ્યું છે. પરંતુ આ સમય દરમિયાન સ્વાસ્થ્ય અને ત્વચા બંનેની વિશેષ કાળજી લેવાની જરૂર છે, કારણ કે આ ઋતુમાં ઠંડા પવનોને કારણે ત્વચા ડ્રાય થવા લાગે છે. તેથી ડ્રાય ત્વચાવાળા લોકોની સમસ્યા આ સિઝનમાં થોડી વધી શકે છે. ડ્રાય ત્વચાને કારણે, ચહેરો ડલ લાગે છે
આ પણ વાંચો: મહિલાઓની આ 5 આદતો તેમને બનાવે છે ઉંમર પહેલા જ વૃદ્ધ, સમય રહેતા ચેતી જાઓ!
જો તમારી ત્વચા પહેલેથી જ એકદમ ડ્રાય છે, તો આ સિઝનમાં તમે ઘરે ઉપલબ્ધ કુદરતી ઘટકોનો ઉપયોગ કરીને ફેસ પેક તૈયાર કરી શકો છો જેથી કરીને તમારી ત્વચા મોઇશ્ચર અને ગ્લો જળવાઈ રહે. આવો જાણીએ તે ઘરેલું ઉપાય વિશે.
પપૈયા અને મધનો ફેસ પેક
ડ્રાય અને ડલ ત્વચા પર ચમક પાછી લાવવા માટે તમે પપૈયા અને મધનો ફેસ પેક બનાવીને ચહેરા પર લગાવી શકો છો. આ માટે બે ચમચી મેશ કરેલ પપૈયું લો અને તેમાં એક ચમચી મધ મિક્સ કરીને સોફ્ટ પેસ્ટ તૈયાર કરો. આ ફેસ પેકને તમે અઠવાડિયામાં બે વાર ચહેરા પર લગાવી શકો છો.
કેળાનો ફેસ પેક
કેળામાં વિટામિન A અને C બંને હાજર હોય છે. વિટામિન A ત્વચાની રચનાને સુધારવામાં અને કોલેજનનું ઉત્પાદન વધારવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે, જે ત્વચા માટે જરૂરી છે. તેમજ કેળામાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણો જોવા મળે છે જે વૃદ્ધાવસ્થાના સંકેતો અને કરચલીઓની સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે, આવી સ્થિતિમાં તમે કેળાનો ફેસ પેક બનાવી શકો છો. આ માટે, 1 કેળાને સારી રીતે મેશ કરો અને તેમાં 1 ચમચી મધ ઉમેરીને મિક્સ કરો. હવે આ મિશ્રણને ચહેરા પર 5થી 10 મિનિટ સુધી લગાવો અને પછી ચહેરો ધોઈ લો.
હળદર અને દૂધનો ફેસ પેક
હળદર અને દૂધ બંને ત્વચા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. દૂધ ડેડ સ્કિન સેલ્સ અને ત્વચા પર હાજર ધૂળને દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે, જ્યારે હળદરમાં રહેલા પોષક તત્વો અને એન્ટી-ઓક્સિડન્ટ ત્વચા પર ચમક લાવવાનું કામ કરી શકે છે. તમે આ બંને વસ્તુને મિક્સ કરીને ફેસ પેક બનાવી શકો છો. અને અઠવાડિયામાં એક વખત તેનો ઉપયોગ કરી શકો છો.
મુલતાની માટીનો ફેસ પેક
મુલતાની માટી ઓઈલી અને ડ્રાય બંને ત્વચા માટે ફાયદાકારક સાબિત થાય છે. તેનો ઉપયોગ ચહેરા પર કુદરતી ચમક લાવવામાં મદદ કરી શકે છે. તેનો ફેસ પેક બનાવવા માટે 2 ચમચી મુલતાની માટીમાં 1 ચમચી મધ મિક્સ કરો, અને તને તમારા ચહેરા પર લગાવો. તમે અઠવાડિયામાં એક કે બે વાર તેનો ઉપયોગ કરી શકો છો.
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.








