મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

VIDEO: Beauty Tips/ જો રેટિનોલ વાપરતા પહેલાં આ નાની ટીપ ફોલો નહીં કરો, તો ગ્લો આવવાના બદલે ચહેરા પર થવા લાગશે અસહ્ય બળતરા!

રેટિનોલ સ્કિન કેર સાથે જોડ

તસવીર: gstv

રેટિનોલ સ્કિન કેર સાથે જોડાયેલો એવો ખાસ ઇન્ગ્રીડિએન્ટ (ઘટક) છે, જે ત્વચાની સંભાળમાં ખાસ કરીને ઉપયોગમાં લેવાય છે. પછી ભલે તે વધતી ઉંમરની ત્વચાની સારવાર કરવાની હોય કે ખીલથી છુટકારો મેળવવાનો હોય, રેટિનોલ કોઈ જાદુ જેવું કામ કરી શકે છે. પરંતુ તેને વિચાર્યા વગર સ્કિનકેર રૂટીનમાં સામેલ ન કરવું જોઈએ.

રેટિનોલ શું છે?

રેટિનોલ એ વિટામિન એ (Vitamin A) નો એક પ્રકાર છે, જે સ્કિન સેલ્સ (ત્વચાના કોષો) ને ફરીથી નવા બનાવવામાં મદદ કરે છે. તેનું કામ કોલેજન બનાવવાની સાથે ખીલ, ફાઇન લાઇન્સ અને કરચલીઓને દૂર કરવાનું છે.

રેટિનોલનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

રેટિનોલથી ત્વચાને ફાયદો થાય છે એ વાતમાં કોઈ બે મત નથી, પરંતુ તેને સ્કિન પર લગાવતા પહેલાં ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે:

  • રેટિનોલને પહેલીવાર ચહેરા પર વાપરતા પહેલાં પેચ ટેસ્ટ કરવો ખૂબ જરૂરી છે. તેને હાથ પર લગાવીને ચેક કરો કે રેટિનોલથી ત્વચા પર કોઈ પ્રતિક્રિયા (રિએક્શન) તો નથી થઈ રહી ને.
  • પેચ ટેસ્ટ માટે તેનો ઉપયોગ સતત ૨-૩ દિવસ કરવો જોઈએ. જો ત્વચામાં લાલાશ કે બળતરા જેવા કોઈ લક્ષણો ન દેખાય, તો તેને સ્કિન કેર રૂટીનમાં સામેલ કરી શકાય છે.
  • ધ્યાનમાં રાખો કે રેટિનોલને રાત્રે સૂતી વખતે લગાવવાની સલાહ આપવામાં આવે છે.
  • તેને ચહેરા પર લગાવતા પહેલાં સ્કિનને કોઈ જેન્ટલ ક્લેન્ઝરથી સાફ કરો.
  • એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું કે રેટિનોલના ઉપયોગ પહેલાં ત્વચા પર સ્ક્રબ કરવું નહીં.
  • રેટિનોલનું એક પાતળું પડ (લેયર) આખા ચહેરા પર લગાવવાનું હોય છે. આંખો, નાક અને મોંની આસપાસના ભાગમાં લગાવતી વખતે સાવધાની રાખો.
  • રેટિનોલના એક વખતના ડોઝની વાત કરીએ તો, એક વારમાં વટાણાના દાણા  જેટલું લગાવવું પૂરતું છે.
  • શરૂઆતમાં તેને એક દિવસ છોડીને એક દિવસ લગાવવું વધુ સારું રહેશે.
  • અંતમાં, તમારા સ્કિન ટાઇપ મુજબ પસંદ કરેલા સારી ક્વોલિટીના મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો.

દિવસમાં કેટલી વાર લગાવવો રેટિનોલ?

રેટિનોલ ત્વચામાં બળતરા (ઇરિટેશન) પેદા કરી શકે છે, તેથી જરૂરી છે કે તેને સ્કિનકેરમાં ખૂબ જ ધીમે-ધીમે સામેલ કરવામાં આવે. શરૂઆતમાં અઠવાડિયામાં ૩-૪ વાર લગાવો અને જ્યારે સ્કિનને તેની આદત પડી જાય, ત્યારે દિવસમાં બે વાર ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત, તેને પહેલીવાર લગાવવાથી સ્કિનમાં બળતરા અને ખંજવાળ જેવી સમસ્યા જોવા મળી શકે છે, પરંતુ સમય જતાં નિયમિત ઉપયોગથી આ લક્ષણો ઓછા થવા લાગે છે.

આ સમાચાર શેર કરો