ચણાનો લોટ ત્વચાને નુકસાન પણ પહોંચાડી શકે છે, લગાવતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન
તમે ચણાના લોટમાંથી બનેલી ઘણીવાનગીઓ ખાધી હશે, આ ઉપરાંત તે એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ લોકો પ્રાચીન સ

તમે ચણાના લોટમાંથી બનેલી ઘણીવાનગીઓ ખાધી હશે, આ ઉપરાંત તે એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ લોકો પ્રાચીન સમયથી ત્વચા માટે કરતા આવ્યા છે. ચહેરા પર ચણાના લોટનો ફેસ પેક લગાવવાથી ત્વચાને ઘણા ફાયદા થાય છે, પરંતુ જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો ચણાનો લોટ લગાવવાથી ત્વચાને ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે.
ત્વચાના પ્રકારનું ધ્યાન રાખો
જો તમે તમારા ચહેરા પર ચણાના લોટનો ઉપયોગ કરવા જઈ રહ્યા છો, તો તમારી ત્વચાના પ્રકારનું ખાસ ધ્યાન રાખો, જેમ કે તમારી ત્વચા ડ્રાય છે કે ઓઈલી છે. જે લોકોની ત્વચા ડ્રાય હોય તેમણે ચણાના લોટનો ઉપયોગ ટાળવો જોઈએ, નહીં તો ચહેરા પર ડ્રાયનેસ વધી શકે છે, જો ચણાના લોટ ચહેરા પર લગાવવો હોય તો તેમાં દહીં અથવા દૂધ મિક્સ કરીને લગાવો જેથી ત્વચા મોઇશ્ચરાઇઝ થાય. તેવી જ રીતે જો તમારી ત્વચા ઓઈલી હોય તો ચણાના લોટમાં દહીં મિક્સ કરીને લગાવવું વધુ સારું છે.
આ વસ્તુઓને ચણાના લોટમાં મિક્સ કરીને ન લગાવો
આજકાલ ઘણા DIY સ્કિન હેક્સ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. જો તમે ચહેરા પર ચણાના લોટ લગાવી રહ્યા છો, તો ધ્યાનમાં રાખો કે ભૂલથી પણ તેમાં બેકિંગ સોડા મિક્સ ન કરો. આ સિવાય જેમની ત્વચા ડ્રાય હોય તેમણે મુલતાની માટી સાથે ચણાનો લોટ લગાવવાનું ટાળવું જોઈએ. આ સિવાય જો તમે ચણાનો લોટ અને લીંબુ મિક્સ કરીને લગાવતા હોવ તો પહેલા પેચ ટેસ્ટ કરો.
સમયનું ખાસ ધ્યાન રાખો
ચણાના લોટનો ફેસ પેક ચહેરા પર લગાવ્યા બાદ સમયનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ચણાના લોટના ફેસ પેકને સૂકવવા માટે 10થી 15 મિનિટ પૂરતી છે. જ્યારે 70થી 80 ટકા ફેસ પેક સુકાઈ જાય ત્યારે જ તમારા ચહેરાને પાણીથી ધોઈ લો. ચણાના લોટને લાંબા સમય સુધી ચહેરા પર રાખવાથી ત્વચા પર શુષ્કતા આવી જાય છે. એ પણ ધ્યાનમાં રાખો કે અઠવાડિયામાં બે જ વાર આ ફેસ પેક લગાવો.
ફેસ પેક સાફ કર્યા પછી આ વાતનું ધ્યાન રાખો
જો તમે ચણાનો લોટ અથવા કોઈપણ પ્રકારનો ફેસ પેક લગાવ્યો છે જે ત્વચામાં ડ્રાયનેસ વધારી શકે છે, તો ખાસ કરીને ધ્યાનમાં રાખો કે ચહેરો સાફ કર્યા પછી, સારું મોઇશ્ચરાઇઝર લગાવો.








