Astrology / વૃષભ રાશિમાં બનશે ગુરુ અને શુક્રની યુતિ, આ ત્રણ રાશિના જાતકોને થશે ધનલાભ
Astrology news Jupiter Venus Transit in Taurus | Jupiter Venus Transit: ગુરુ 1લી મેના દિવસે રાશિ પરિવર્તન કરીને વૃષભ રાશિમાં વિરાજમાન છે. અમુક દિવસો બાદ શુક્

Jupiter Venus Transit: ગુરુ 1લી મેના દિવસે રાશિ પરિવર્તન કરીને વૃષભ રાશિમાં વિરાજમાન છે. અમુક દિવસો બાદ શુક્રનો પ્રવેશ પણ વૃષભ રાશિમાં થશે, જે તેમની સ્વરાશિ માનવામાં આવે છે. 19 મેના દિવસે શુક્રનું ગોચર થતાં જ ગુરુ અને શુક્રની યુતિ બની જશે. શુક્ર અને ગુરુની યુતિથી અમુક રાશિઓની રૂપિયાની તકલીફ દૂર થઈ શકે છે. વૃષભ રાશિમાં આ યુતિ 11 જૂન સુધી રહેવાની છે.
મેષ રાશિ
ગુરુ અને શુક્રના ગોચરથી મેષ રાશિના જાતકોને ખૂબ ફાયદો થઈ શકે છે. માતા લક્ષ્મીની કૃપાથી વેપારમાં તમને નફો થશે. ધન આગમનના યોગ બની રહ્યા છે પરંતુ ખર્ચ પર તમારે પકડ રાખવી પડશે. મન ખુશ રહેશે. આરોગ્ય પણ સારુ રહેશે. સંતાન સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર મળી શકે છે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે વૃષભ રાશિમાં બનેલી શુક્ર અને ગુરુની યુતિ ખૂબ જ લાભકારી સાબિત થઈ શકે છે. તમારી આવક વધવાની શક્યતા છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેવાની છે. ઘર-પરિવારનું વાતાવરણ ખુશ રહેશે. વેપારની દ્રષ્ટિથી પણ આ ગોચર શુભ માનવામાં આવી રહ્યુ છે.
કર્ક રાશિ
ગુરુ અને શુક્રની યુતિ કર્ક રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે. કરિયરમાં નવી સફળતા મેળવવા માટે ઘણી તક મળી શકે છે. રોકાયેલુ ધન પણ પાછુ મળશે. હેલ્થ સારી રહેવાની છે. સિંગલ લોકોની લાઈફમાં કોઈક વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે.






