સવારે ઉઠીને ચહેરા પર લગાવો આ એક વસ્તુ, દૂર થઈ જશે ત્વચાની અનેક સમસ્યાઓ
જો તમે પણ ઈચ્છો છો કે તમારી ચહેરા પર હંમેશા ચમક રહે, તો તમારે તમારા ચહેરાની ખાસ કાળજી લેવી પડશે. તમારે તમાર

જો તમે પણ ઈચ્છો છો કે તમારી ચહેરા પર હંમેશા ચમક રહે, તો તમારે તમારા ચહેરાની ખાસ કાળજી લેવી પડશે. તમારે તમારા સવારના સ્કિન કેર રૂટીનમાં બેદરકાર ન રાખવી જોઈએ. જો તમે તમારા ચહેરાને પાણીથી ધોયા પછી સૌથી પહેલા તમારી ત્વચા પર ફ્રેશ એલોવેરા જેલ લગાવો છો, તો તે તમારી ત્વચાને ઘણા ફાયદા આપશે. એલોવેરામાં જોવા મળતા એન્ટી-બેક્ટેરિયલ ગુણ ચહેરાની ઘણી સમસ્યાથી રાહત અપાવે છે. એલોવેરાનો ઉપયોગ સ્ક્રબ, મેકઅપ રીમુવર, મોઇશ્ચરાઇઝર અને એન્ટી-એજિંગ ક્રીમ તરીકે કરી શકાય છે. ચાલો જાણીએ ત્વચાની કઈ સમસ્યાઓમાં એલોવેરા અસરકારક છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો?
આ સમસ્યાઓમાં એલોવેરા અસરકારક છે
ટેનિંગ
જો તમે ટેનિંગથી પરેશાન છો, તો સવારે એલોવેરા જેલમાં થોડું ગુલાબજળ ભેળવીને અસરગ્રસ્ત જગ્યા પર લગાવો. અને થોડા કલાકો પછી સ્નાન કરો. તમને થોડા જ દિવસોમાં પરિણામ જોવા મળશે.
એન્ટી-એજિંગ
એલોવેરા એન્ટી એજિંગનું પણ કામ કરે છે. એલોવેરા જેલમાં વિટામિન ઈ ઓઈલ મિક્સ કરો. આ પછી તેને ચહેરા પર લગાવો અને થોડા સમય બાદ સાફ કરી લો. જો તમે ઈચ્છો તો વિટામિન સી પાવડર મિક્સ કરી શકો છો.
ડેલ સ્કિન
જો તમે ચહેરા પરથી ડેડ સ્કિનને દૂર કરવા માંગો છો, તો એલોવેરા અસરકારક સાબિત થઈ શકે છે, તેના માટે પહેલા તમારા ચહેરાને સારી રીતે સાફ કરો. આ પછી ચહેરા પર એલોવેરા જેલનું લેયર સારી રીતે લગાવો. તેને 10-15 મિનિટ સુધી રાખ્યા બાદ હળવા હાથે માલિશ કરીને ચહેરો ધોઈ લો.
મેકઅપ દૂર કરવા માટે
જો તમે મેકઅપ રિમૂવર તરીકે એલોવેરાનો ઉપયોગ કરવા માંગો છો, તો કોટન પેડમાં થોડું એલોવેરા જેલ લો અને હળવા હાથે મેકઅપ દૂર કરો. તેનાથી મેકઅપ તો સાફ થઈ જ જશે સાથે જ તે ચહેરાને મોઇશ્ચરાઇઝ પણ કરશે.
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.








