મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

રાત્રે ચહેરા પર લગાવો આ વસ્તુઓ, થોડા જ દિવસોમાં તમને મળશે સુંદર અને ગ્લોઈંગ સ્કિન

દરેક વ્યક્તિને સોફ્ટ અને ગ્લોઈંગ સ્કિન ગમે છે કારણ કે તે આપણા દેખાવને વધારે છે. જો કે, આ માટે ય

રાત્રે ચહેરા પર લગાવો આ વસ્તુઓ, થોડા જ દિવસોમાં તમને મળશે સુંદર અને ગ્લોઈંગ સ્કિન

દરેક વ્યક્તિને સોફ્ટ અને ગ્લોઈંગ સ્કિન ગમે છે કારણ કે તે આપણા દેખાવને વધારે છે. જો કે, આ માટે યોગ્ય સ્કિન કેર રૂટીનનું પાલન કરવું, હેલ્ધી ડાયટ ફોલો કરવું અને ત્વચાના રંગને સુધારવા માટે નેચરલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો મહત્ત્વપૂર્ણ છે. આ સાથે, ત્વચાને હાઇડ્રેટેડ રાખવી અને સૂર્ય પ્રકાશ તેમજ પ્રદૂષણથી બચવું પણ ખૂબ જ જરૂર છે. આવી સ્થિતિમાં, રાત્રે સૂતા પહેલા ચહેરા પર કેટલીક કુદરતી વસ્તુઓ લગાવવી એ એક અસરકારક ઉપાય હોઈ શકે છે, તો ચાલો જાણીએ આ કુદરતી વસ્તુઓ વિશે.

નાળિયેર તેલ

નાળિયેર તેલ ત્વચાને ઊંડે સુધી મોઇશ્ચરાઇઝ કરે છે અને તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે ત્વચાને હાઇડ્રેટ રાખે છે. તેને રાત્રે ચહેરા પર હળવા હાથે લગાવવાથી ત્વચા સોફ્ટ અને ગ્લોઈંગ બને છે.

એલોવેરા જેલ

એલોવેરા જેલમાં એન્ટી-ઈન્ફલેમેટરી અને હાઇડ્રેટિંગ ગુણધર્મો છે. તે ત્વચાની બળતરાને શાંત કરે છે અને તેને હાઇડ્રેટ રાખે છે. રાત્રે સૂતા પહેલા તેને લગાવવાથી તમે સવારે ફ્રેશ સ્કિન મેળવી શકો છો.

મધ

મધ એક પ્રાકૃતિક મોઇશ્ચરાઇઝર છે, જે ત્વચાને મોઇશ્ચર અને ગ્લો આપે છે. રાત્રે સૂતા પહેલા તેને 10-15 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો અને બાદમાં સાફ પાણીથી ચહેરો ધોઈ લો. થોડા દિવસો માટે આ રૂટીન ફોલો કરવાથી ત્વચામાં સુધારો થાય છે.

ગુલાબજળ

ગુલાબ જળ એક કુદરતી ટોનર છે. તે ત્વચાને સાફ કરીને ફ્રેશ બનાવે છે. તેને રાત્રે લગાવવાથી ત્વચા સોફ્ટ અને ગ્લોઈંગ પણ બને છે.

બદામ તેલ

બદામ તેલ વિટામિન Eથી સમૃદ્ધ છે, જે ત્વચાને ઊંડે સુધી પોષણ આપે છે અને તેને સોફ્ટ બનાવે છે. દરરોજ રાત્રે બદામ તેલથી ચહેરા પર હળવા હાથે મસાજ કરો.

લીમડાનું તેલ

લીમડાના તેલમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણો જોવા મળે છે, જે ત્વચાને પિમ્પલ્સ અને ઈન્ફેક્શનથી બચાવે છે. તેને રાત્રે લગાવવાથી ત્વચા ફ્રેશ અને હેલ્ધી રહે છે.

જોજોબા તેલ

આ તેલ ત્વચાના કુદરતી તેલ જેવું છે, જે તેને ઊંડે સુધી મોઇશ્ચરાઇઝ કરે છે અને ભેજ જાળવી રાખે છે. તેનાથી ત્વચામાં ભેજ અને કોમળતા જળવાઈ રહે છે.

કેમોમાઈલ ટી

બે ચમચી કેમોમાઈલ ટીમાં લીંબુનો રસ અને એક ચમચી ચણાનો લોટ મિક્સ કરીને રાત્રે ચહેરા પર લગાવો. આ ફેસ પેક સેન્સેટિવ સ્કિનને પણ ફ્રેશ અને ગ્લોઈંગ બનાવે છે.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

આ સમાચાર શેર કરો