Hair Care Tips: આમળા વાળને બનાવશે લાંબા અને જાડા, જાણો તેનો ઉપયોગ કરવાની સાચી રીત
શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે, તેથી વાળની સંભાળ રાખવી વધુ જરૂરી બની જાય છે. જો વાળની યોગ્ય કાળજી લેવામાં ન આવે તો તે નબળા પડ

શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે, તેથી વાળની સંભાળ રાખવી વધુ જરૂરી બની જાય છે. જો વાળની યોગ્ય કાળજી લેવામાં ન આવે તો તે નબળા પડી જાય છે અને તૂટવા લાગે છે. આ કારણોસર, આજે તમને તમારા વાળને સ્વસ્થ બનાવવા માટે આમળાનો ઉપયોગ કેવી રીતે કરવો તે જણાવીશું. આમળામાં વિટામિન સી, એન્ટીઑકિસડન્ટ અને ઘણા પોષક તત્વો ભરપૂર હોય છે, જેના કારણે તે વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. આવી સ્થિતિમાં જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે વાળને આંતરિક રીતે મજબૂત બનાવી શકે છે.
આ પણ વાંચો : મલાઈમાં મિક્સ કરીને રાતે લગાવો આ વસ્તુ, માખણ જેવી કોમળ થઈ જશે સ્કિન
આમળાના તેલથી વાળમાં માલિશ કરો
જો તમે ઈચ્છો તો આમળાનું તેલ બનાવીને તેનાથી તમારા વાળમાં માલિશ કરી શકો છો. તેલ બનાવવા માટે સૌપ્રથમ સૂકા આમળાના ટુકડા લો અને તેને નારિયેળ અથવા સરસવના તેલમાં ઉકાળો. જ્યારે તેલનો રંગ ઘાટો થઈ જાય ત્યારે તેને ઠંડુ કરી ગાળી લો.
હવે તમે આ તેલને ઠંડુ કરીને અઠવાડિયામાં બે વાર ઉપયોગ કરી શકો છો. આમળાનું તેલ વાળને મૂળથી મજબૂત બનાવે છે. તેનાથી વાળનો ગ્રોથ પણ વધે છે.
આ હેર માસ્ક બનાવવા માટે, સૌ પ્રથમ એક બાઉલમાં 2-3 ચમચી આમળા પાવડર લો અને તેમાં પૂરતા પ્રમાણમાં દહીં મિક્સ કરો અને પેસ્ટ બનાવો. હવે આ મિશ્રણને વાળના મૂળ અને છેડા પર લગાવો. માસ્કને 30-40 મિનિટ માટે રહેવા દો અને પછી તેને હૂંફાળા પાણીથી ધોઈ લો.








