લોનાવાલા અને ખંડાલા નહીં, ચોમાસાની ઋતુમાં એક્સપ્લોર કરો મહારાષ્ટ્રના આ સ્થળો
ચોમાસું એક એવી ઋતુ છે જેમાં તમને તમારા પાર્ટનર સાથે ક્યાંક લોન્ગ ડ્રાઈવ પર જવાનું મન થાય છે કે વીકએન્ડ

ચોમાસું એક એવી ઋતુ છે જેમાં તમને તમારા પાર્ટનર સાથે ક્યાંક લોન્ગ ડ્રાઈવ પર જવાનું મન થાય છે કે વીકએન્ડમાં મિત્રો સાથે ફરવાનું મન થાય છે, પરંતુ ક્યારેક વરસાદ દરમિયાન ટ્રિપનું પ્લાનિંગ કરવું મુશ્કેલ બની જાય છે. આવી સમસ્યાઓથી બચવા માટે આ સિઝનમાં યોગ્ય સ્થળની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે. જેમાં મહારાષ્ટ્રનું નામ સૌથી પહેલા આવે છે. અહીં આવી ઘણી જગ્યાઓ છે, તેને જોવાની સાચી મજા તો વરસાદની ઋતુમાં જ આવે છે.
અલીબાગ
મહારાષ્ટ્રમાં અલીબાગ ખૂબ જ સુંદર જગ્યા છે. જો કે તમે ગમે ત્યારે અહીં આવવાનું પ્લાનિંગ કરી શકો છો, પરંતુ ચોમાસા દરમિયાન અહીં આવવાનું પ્લાનિંગ શ્રેષ્ઠ માનવામાં આવે છે. અહીંના સ્વચ્છ બિચ વરસાદની ઋતુમાં વધુ સુંદર લાગે છે. અહીં રેવદંડા, જંજીરા, અલીબાગ ફોર્ટ જેવી જગ્યાઓ એક્સપ્લોર કરી શકાય છે. નાગાંવ અને અલીબાગ બિચ પર ખુલ્લા પગે ચાલવા જઈ શકાય છે. જો તમને સમય મળે તો કર્નાલા પક્ષી અભયારણ્યની પણ મુલાકાત લો.
માલશેજ ઘાટ
મહારાષ્ટ્રમાં વરસાદની ઋતુ દરમિયાન માલશેજ ઘાટ પર પ્રવાસીઓની સૌથી વધુ ભીડ જોવા મળે છે. વરસાદ પડતા જ ઘાટ હરિયાળીની ચાદરથી ઢંકાઈ જાય છે. તેને જોઈને આંખોને એક અલગ જ રાહત મળે છે. ઊંચા પહાડો પરથી પડતા ધોધની સુંદરતાને રૂબરૂ જોવી એ એક અલગ જ પ્રકારનો અનુભવ છે. માલશેજ વોટરફોલ, કોકન કડા, પિંપલગાંવ જોગા ડેમ, અઝોબાગઢ કિલ્લો અહીં ફરવા માટેના કેટલાક શ્રેષ્ઠ સ્થળો છે.
ઇગતપુરી
ઇગતપુરી એક એવી જગ્યા છે જ્યાં તમે પરિવાર સાથે, મિત્રો સાથે અથવા તો એકલા ક્વોલિટી ટાઈમ વિતાવી શકો છો. વીકએન્ડમાં અહીં ઘણી ભીડ જોવા મળે છે. નાના-મોટા ધોધ જોવાનો અને તેમાં નહાવાનો એક અલગ જ આનંદ છે. ઇગતપુરી જાવ તો ત્રિંગલવાડી કિલ્લો, વિહિગાન વોટરફોલ, ભવાલી ડેમ જવાનું ભ્લશો નહીં.
માથેરાન
તમે મહારાષ્ટ્રના માથેરાનમાં આવીને પણ ચોમાસાની ઋતુનો પૂરો આનંદ માણી શકો છો. માથેરાન મહારાષ્ટ્રનું એક નાનું પરંતુ ખૂબ જ લોકપ્રિય હિલ સ્ટેશન છે. લુઈસા પોઈન્ટ અહીંનું મુખ્ય આકર્ષણ છે. જેના માટે તમારે અમુક કિલોમીટરનું ટ્રેકિંગ કરવું પડશે. આ સિવાય શાર્લોટ લેક, મંકી પોઈન્ટ પણ જોવાલાયક સ્થળો છે.








