મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

જન્માષ્ટમીના લોંગ વીકએન્ડ પર મિત્રો અને પરિવાર સાથે ફરવા માટે બેસ્ટ છે આ 3 ડેસ્ટીનેશન

પ્રવાસ પ્રેમીઓ માટે ઓગસ્ટ મહિનો સૌથી સારો મહિનો બની રહ્યો છે, કારણ કે આ મહિનામાં સ્વતંત્રતા દિવસ અને

જન્માષ્ટમીના લોંગ વીકએન્ડ પર મિત્રો અને પરિવાર સાથે ફરવા માટે બેસ્ટ છે આ 3 ડેસ્ટીનેશન

પ્રવાસ પ્રેમીઓ માટે ઓગસ્ટ મહિનો સૌથી સારો મહિનો બની રહ્યો છે, કારણ કે આ મહિનામાં સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનનો લોંગ વીકએન્ડ પૂરો થયા બાદ આગામી લોંગ વીકએન્ડ જન્માષ્ટમી પર આવવાનો છે. વર્ષ 2024માં જન્માષ્ટમીનો તહેવાર 26 ઓગસ્ટ એટલે કે સોમવારના રોજ ઉજવવામાં આવશે. જો તમારે શનિવાર-રવિવારની રજા હોય, તો તમારી પાસે ફરવા માટે ત્રણ દિવસની રજા હશે. આ લોંગ લોંગ વીકએન્ડ પર મિત્રો અને પરિવાર સાથે ફરવા માટે અમે કેટલીક બેસ્ટ ડેસ્ટીનેશન વિશે જણાવીશું.

ઉદયપુર (રાજસ્થાન)

વાદળી પાણીના સરોવરો અને લીલીછમ અરવલ્લી પહાડીઓનું જોડાણ માત્ર ઉદયપુરની સુંદરતામાં વધારો નથી કરતું પણ તેની ભવ્યતામાં પણ વધારો કરે છે. તળાવોના શહેર તરીકે પ્રખ્યાત ઉદયપુર સાંસ્કૃતિક વારસાથી સમૃદ્ધ છે, જેના કારણે અહીં ફરવા માટે ઘણી બધી જગ્યાઓ છે. તમે તમારા મિત્રો, પાર્ટનર અથવા પરિવાર સાથે ઉદયપુર જઈને ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. શહેરમાં હાજર ઐતિહાસિક મહેલો તમને આશ્ચર્યચકિત કરી દેશે.

જો તમે મસાલેદાર ભોજનના શોખીન છો, તો અહીં પ્યાઝ કચોરી, દાળ કચોરી, મરચાના ભજીયા, સાંગ્રી કરી જેવા ઘણા વિકલ્પો છે. અહીંથી તમે વિવિધ પ્રકારની હસ્તકલા, રંગબેરંગી કપડા, જ્વેલરી વગેરે ખરીદી શકો છો. પ્રવાસીઓ બાગોર-કી-હવેલીમાં લોક નૃત્ય અને પપેટ શો જોઈ શકે છે. કરણી માતાના મંદિરના દર્શન કરી શકો છો અને પ્રાચીન તળાવોમાં બોટની સવારી પણ કરી શકો છો. જો તમે એડવેન્ચર કરવા માંગતા હો, તો હેલિકોપ્ટર જોય રાઈડ બુક કરો.

માજુલી (આસામ)

જો તમે ભીડભાડવાળી જગ્યાથી દૂર શાંત જગ્યાએ જવા માંગતા હોવ, અને એડવેન્ચર કરવા માંગતા હોવ, તો આસામના માજુલી ટાપુનો પ્લાન બનાવો. જે વિશ્વનો સૌથી મોટો નદી ટાપુ છે. બ્રહ્મપુત્રા નદીમાં સ્થિત શાંતિપૂર્ણ અને સુંદર માજુલી ટાપુની મુલાકાત તમને જીવનભર યાદ રહેશે. તમને ત્યાંની જનજાતિની સંસ્કૃતિને નજીકથી જોવાની અને તેમના રિવાજો જાણવાનો મોકો મળશે.

આ ઉપરાંત, તમે સ્થાનિક લોકોના લોક નૃત્યો પણ જોઈ શકો છો. માજુલીના શાંત અને મોહક દૃશ્યો તમારી ત્રણ દિવસની રજાને યાદગાર બનાવવાની ખાતરી આપે છે. અહીં બોટ સવારી દ્વારા સૂર્યોદય અને સૂર્યાસ્તનો અદ્ભુત નજારો જોઈ શકાય છે.

ગોવા

ગોવાની ગણતરી એવા શહેરોમાં થાય છે જે ક્યારેય ઊંઘતા નથી. ગોવા તેની અદભૂત નાઈટલાઈફ, પોર્ટુગીઝ સંસ્કૃતિ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા માટે પણ જાણીતું છે. મિત્રો, પાર્ટનર અથવા પરિવાર સાથે આનંદ માણવા માટે આ સ્થળ ઉત્તમ છે. પ્રખ્યાત બાગા, કાલંગુટ અને કેન્ડોલિમ બિચ પર, તમે જેટ સ્કીઇંગ, બનાના રાઈડ, સ્કુબા ડાઈવિંગ, પેરાસેલિંગ, પેરાગ્લાઇડિંગ જેવા એડવેન્ચર ટ્રાય કરી શકો છો. 

બિચ પર લહેરોના મધુર અવાજ વચ્ચે ગોવાની સ્વાદિષ્ટ વાનગીઓ માણવાની અલગ મજા છે. તમે અંજુના પ્રસિદ્ધ બજારમાંથી સસ્તા ભાવે કપડા, જ્વેલરી અને ગિફ્ટ ખરીદી શકો છો. અહીંના ચર્ચ પણ જોવાલાયક છે.

આ સમાચાર શેર કરો