જીમના હજારો રૂપિયા બચી જશે! ઘરે આ 7 કામ કરશો તો ઝડપથી બર્ન થશે કેલેરી
દરેક વ્યક્તિ શારીરિક રીતે ફિટ અને બીમારીઓથી દૂર રહેવા ઈચ્છે છે, પરંતુ ઘણા લોકો પાસે આ માટે સ

દરેક વ્યક્તિ શારીરિક રીતે ફિટ અને બીમારીઓથી દૂર રહેવા ઈચ્છે છે, પરંતુ ઘણા લોકો પાસે આ માટે સમય નથી હોતો. ખાસ કરીને જો મહિલાઓની વાત કરીએ તો તેમની પાસે ઘર, બાળકો અને પરિવારની સંભાળ લેવા માટે ઘણો ઓછો સમય હોય છે.
આ કારણે તે જીમમાં જઈને સમય અને પૈસા વેડફવાનું ટાળે છે. જેથી ઘણી વખત તેઓ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી અને તેમનું વજન વધી જાય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને એવા 7 કામ જણાવીશું જેને કરવાથી ઝડપથી કેલેરી બર્ન કરી શકો છો અને તમારું વજન નિયંત્રણમાં રાખી શકો છો.
વેક્યુમિંગ
વેક્યૂમ ક્લીનર વડે ઘર સાફ કરવા માટે તમારે હેવી વેક્યુમ ક્લીનરનો ઉપયોગ કરવો જોઈએ, જેથી વેક્યૂમ ક્લીનર ખેંચવાથી વજન અને ઇન્ટેન્સિટીના આધારે દર કલાકે 150થી 300 કેલેરી બર્ન થઈ શકે છે.
મોપ કરવું
ફ્લોર મોપિંગ કરવાથી સ્નાયુઓ પણ સક્રિય થાય છે અને તે એક ઉત્તમ એકસરસાઈઝ છે, જેના દ્વારા તમે દર કલાકે 150થી 250 કેલેરી બર્ન કરી શકો છો.
બારી અને દરવાજા સાફ કરવા
તમારા ઘરના બારી-બારણા સાફ કરવા કે ધોવા એ પણ એક એકસરસાઈઝ છે, જેના કારણે તમે દર કલાકે 150થી 250 કેલેરી બર્ન કરી શકો છો. આનાથી માંસપેશીઓ પણ મજબૂત થાય છે અને તેમને ટોન પણ થાય છે.
ગાર્ડનીંગ
જો તમારા ઘરમાં મોટો બગીચો છે, તો ગાર્ડનીંગ કરવાથી તમે માત્ર ઇકો-ફ્રેન્ડલી વાતાવરણ જ નહીં બનાવી શકો પરંતુ કેલેરી પણ બર્ન કરી શકો છો. ઘાસ કાપવા, પાંદડા એકઠા કરવા, નીંદણ કરવા જેવી પ્રવૃત્તિઓથી દર કલાકે 200થી 400 કેલેરી બર્ન કરી શકાય છે.
કપડા ધોવા
હાથથી કપડા ધોવા, નિચોવવા અને સૂકવવા એ પણ એક એકસરસાઈઝ છે, જેમાં તમારા આખા શરીરની કસરત થાય છે અને તમે દર કલાકે 100થી 200 કેલેરી બર્ન કરી શકો છો.
બાથરૂમની સફાઈ
નિયમિતપણે બાથરૂમ સાફ કરવાથી પણ એકસરસાઈઝ થાય છે. આનાથી તમારું બાથરૂમ બેક્ટેરિયા ફ્રી રહેશે અને તમે બાથરૂમ સાફ કરીને 150થી 300 કેલેરી બર્ન કરી શકો છો.
ડસ્ટિંગ
ઘરમાં ધૂળ ખૂબ જ ઝડપથી જમા થઈ જાય છે, આવી સ્થિતિમાં જો તમે ઘરને સાફ કરવા અને ઘરને વ્યવસ્થિત રાખવા માટે ડસ્ટિંગ કરો છો, તો તમે માત્ર ગંદકી જ સાફ નથી કરતા પરંતુ દર કલાકે 100-200 કેલેરી પણ બર્ન કરી શકો છો.
ખાસ નોંધ: આ સમાચારમાં આપવામાં આવેલી સલાહ નિષ્ણાતો દ્વારા આધારિત છે. આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે, તેથી ડોક્ટરની સલાહ લીધા પછી જ કોઈપણ કામ કરો. મહેરબાની કરીને નોંધી લો કેC, કોઈપણ નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહી.








