Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Zoho founder Sridhar Vembu's divorce case

'15 હજાર કરોડના છૂટાછેડા અને બેવફાઈનો આરોપ!' Zoho ફાઉન્ડર શ્રીધરની પત્નીના આરોપોથી હચમચી ગયું કોર્પોરેટ જગત

Timeછેલ્લું અપડેટ : 13 Jan 2026
લાઇવ ટીવીGoogle News
'15 હજાર કરોડના છૂટાછેડા અને બેવફાઈનો આરોપ!' Zoho ફાઉન્ડર શ્રીધરની પત્નીના આરોપોથી હચમચી ગયું કોર્પોરેટ જગત
સોર્સ : google

ભારતની ટોપ ટેક કંપનીમાં એક જોહો કોર્પોરેશનના ફાઉન્ડર શ્રીધર વેમ્બુ ફરી એક વખત ચર્ચામાં છે. જે કોઈ બિઝનેસ ઉપલબ્ધિથી નહીં પરંતુ તેમના 30 વર્ષ જૂના લગ્નના હાઈ પ્રોફાઈલ છૂટાછેડાનો વિવાદ છે. અમેરિકામાં ચાલી રહેલી આ કાયદાકીય લડાઈમાં ત્યારે સનસનાટી મચી જ્યારે અમેરિકન કોર્ટે કથિત રીતે વેમ્બુને 1.7 બિલિયન ડોલર ( 15 હજાર કરોડ)ના બોન્ડ જમા કરાવવાનો આદેશ આપ્યો. જો કે વેમ્બુના વકિલે તેને અપીલના દાયરામાં બતાવ્યો છે.  

App Store

અમેરિકામાં શરૂ થઈ હતી લવસ્ટોરી

શ્રીધર વેમ્બુ 1989માં પીએચડી કરવા માટે અમેરિકા ગયા હતા. 1993માં તેમણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં પીએચડી કરી ચૂકેલા  પ્રમિલા શ્રીનિવાસન સાથે લગ્ન થયા હતા. જે અમેરિકામાં જ મોટા થયા હતા. કેલિફોર્નિયામાં સ્થાયી થયા હતા. 1996માં વેમ્બુએ તેમના ભાઈઓ અને મિત્ર ટોની થોમસ સાથે મળીને એડવેન્ટનેટ (પાછળથી ઝોહો) ની સ્થાપના કરી. આ દંપતીના પુત્રને ઓટીઝમ હોવાનું નિદાન થતા પ્રમિલાએ ઓટીઝમ સંશોધન માટે ધ બ્રેઈન ફાઉન્ડેશન શરૂ કર્યું. પરંતુ ૨૦૨૦ની આસપાસ તેમના લગ્નજીવનમાં તિરાડો દેખાવા લાગી.

સંબંધ ક્યારે બગડ્યો?
નવેમ્બર 2020માં શ્રીધર વેમ્બુએ વોટ્સએપ દ્વારા છૂટાછેડાની ઇચ્છા વ્યક્ત કરી હોવાનું કહેવાય છે. ઓગસ્ટ 2021માં કાનૂની છૂટાછેડાની કાર્યવાહી શરૂ થઈ. 2019ની શરૂઆતમાં વેમ્બુ અમેરિકા છોડીને તમિલનાડુના માથલમપરાઈ ગામમાં રહેવા ગયા, જ્યારે તેમની પત્ની અને પુત્ર અમેરિકામાં રહે છે.

પત્નીના ગંભીર આરોપો
પ્રમિલા શ્રીનિવાસને કોર્ટમાં આરોપ લગાવ્યો હતો કે, વેમ્બુએ તેમને અને તેમના ઓટીસ્ટીક પુત્રને યુએસમાં છોડી દીધા હતા. તેણીએ એવો પણ દાવો કર્યો હતો કે વેમ્બુએ ઝોહો સંબંધિત મૂલ્યવાન શેરહોલ્ડિંગ્સ અને બૌદ્ધિક સંપત્તિ (IP) તેના ભાઈ-બહેનોને ટ્રાન્સફર કરી હતી, જે કેલિફોર્નિયાના કોમ્યુનિટી પ્રોપર્ટી કાયદાનું ઉલ્લંઘન છે, જેમાં છૂટાછેડાની સ્થિતિમાં મિલકતના 50-50 સંપત્તિનું વિભાજનની જરૂર છે.

વેમ્બુએ આરોપોને ખોટા ગણાવ્યા

શ્રીધર વેમ્બુએ આ બધા આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. વર્ષ 2023માં તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, આ દાવાઓ સંપૂર્ણપણે ખોટા છે. તેઓ તેમની પત્ની અને પુત્રને સંપૂર્ણ નાણાકીય સહાય પૂરી પાડે છે, તેમને અમેરિકી સેલેરી મોકલાવે છે. તેમના નામે ઘર પણ કરી ચૂક્યા છે. ઝોહો દ્વારા પ્રમિલાના ફાઉન્ડેશનને ટેકો આપવાની પણ વાત કરી. 

અબજો સંપત્તિ દાવ પર

નવેમ્બર 2024 માં પ્રમિલાની અરજીના પરિણામે $1.7 બિલિયન બોન્ડનો ઓર્ડર થયો હતો. જેને વેમ્બુએ જાન્યુઆરી 2025માં પડકાર્યો હતો. હાલમાં છૂટાછેડાના કેસમાં ઝોહોની માલિકી અને અબજો સંપત્તિ સૌથી મોટા મુદ્દાઓ છે. આ મામલો માત્ર વ્યક્તિગત વિવાદ નથી, પરંતુ ભારતીય કોર્પોરેટ જગત માટે ચર્ચાનો મુખ્ય વિષય પણ બની ગયો છે.