પવન કલ્યાણ સામે હારી જતાં આ નેતાએ પોતાનું નામ બદલી નાખ્યું
વાય.એસ.જગન મોહન રેડ્ડીની પાર્ટી (YSRCP)ના પૂર્વ મંત્રીએ સાઉથના સુપરસ્ટાર પવન કલ્યાણને ચેલેન્જ કરવી ભારે પડી છ

વાય.એસ.જગન મોહન રેડ્ડીની પાર્ટી (YSRCP)ના પૂર્વ મંત્રીએ સાઉથના સુપરસ્ટાર પવન કલ્યાણને ચેલેન્જ કરવી ભારે પડી છે. આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા વાયએસઆરસીપીના નેતા મુદ્રગડા પદમનાભમે જન સેના પાર્ટીના નેતા પવન કલ્યાણને હરાવવાનો પડકાર ફેંક્યો હતો. સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, જો તેઓ જીતી જશે તો હું મારું નામ બદલી નાખીશ. હવે પવન કલ્યાણ જીતી ગયા છે અને પદમનાભમે પોતાનું નામ પણ બદલી નાખ્યું છે.
પદમનાભમે પવન કલ્યાણને વચન આપ્યું હતું
સાઉથના સુપર સ્ટાર સામે પડકાર હારી ગયા બાદ હવે YSRCPના વરિષ્ઠ નેતા મુદ્રગદા પદમનાભમ સત્તાવાર પોતાનું નામ બદલી ‘પદમનાભા રેડ્ડી (Padmanabham Reddy)’ કરી નાખ્યું છે. વિધાનસભા ચૂંટણી પહેલા પદમનાભમે પવન કલ્યાણને વચન આપ્યું હતું કે, જો હું પવનને હરાવવામાં નિષ્ફળ જઈશ તો હું મારું નામ બદલી નાખીશ. પીથાપુરમ બેઠક પર પવન સામે 70 વર્ષીય પદમનાભમની હાર થઈ હતી.
મેં દબાણમાં નહીં, ઈચ્છાથી નામ બદલ્યું - પદમનાભા રેડ્ડી
પદમનાભમ રેડ્ડીએ મીડિયાને કહ્યું કે, મને નામ બદલવા માટે કોઈએ મજબૂર કર્યો નથી. મેં મારી ઈચ્છાથી નામ બદલ્યું છે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણીઓમાં આંધ્રપ્રદેશની પ્રાદેશિક પાર્ટી YSRCPની કારમી હાર થતાં તેણે સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો. બીજીતરફ ચંદ્રબાબુ નાયડુની પાર્ટી તેલુગુ દેશમ પાર્ટી ની જીત થયા બાદ નાયડુ મુખ્યમંત્રી બન્યા જ્યારે તેમની સાથે પવન કલ્યાણ પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી બન્યા છે.







