લોકસભામાં મહિલા અનામત સંશોધન બિલ નામંજૂર, તરફેણમાં 278 અને વિરુદ્ધમાં 211 મત પડ્યા
લોકસભામાં આજે મહિલા અનામત બિલ પર નિર્ણાયક મતદાન થયું છે. લોકસભામાં પહેલા રાઉન્ડમાં બંધારણ (131મો સુ

લોકસભામાં આજે મહિલા અનામત બિલ પર નિર્ણાયક મતદાન થયું છે. લોકસભામાં પહેલા રાઉન્ડમાં બંધારણ (131મો સુધારો) સુધારા બિલના સમર્થનમાં 278 મત પડ્યા અને 211 મત વિરોધમાં પડ્યા. આમ, લોકસભામાં કુલ 489 મતદાન થયું છે.
અમિત શાહે લોકસભામાં જણાવ્યું હતું કે, "આ મહત્વપૂર્ણ બંધારણીય સુધારા વિધેયક પર ગૃહમાં અંદાજે 133 સભ્યોએ પોતાના વિચારો રજૂ કર્યા, જેમાંથી 56 મહિલાઓ હતી.
ગૃહમંત્રીએકહ્યું કે, જો આપણે 543 બેઠકોના આધારે મહિલા અનામત લાગુ કરીશું તો તમિલનાડુમાં 13 બેઠકો મહિલાઓ માટે અનામત થશે અને 26 બેઠકો સામાન્ય રહેશે. જો 2011ની વસ્તી ગણતરી મુજબ મહિલા અનામત લાગુ કરીએ, તો સંસદીય બેઠકોની સંખ્યા 6 ઓછી થઈ જશે. પરંતુ આપણે એવું નથી કરી રહ્યા. અમે દરેક રાજ્ય માટે 50 ટકા બેઠકોનો વધારો કરી રહ્યા છીએ.
લોકસભામાં મહિલા અનામત બિલ અને સીમાંકન (Delimitation) બિલ પર ચાલી રહેલી ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જોકે કોઈએ સીધો વિરોધ કર્યો નથી, પરંતુ INDI ગઠબંધનના સભ્યો 'જો અને તો' જેવા બહાના હેઠળ આ બિલનો વિરોધ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે વિપક્ષ બિલના અમલીકરણની રીતનો નહીં, પરંતુ વાસ્તવમાં મહિલા અનામતનો જ વિરોધ કરી રહ્યો છે.
સીમાંકનની પ્રક્રિયામાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ને તેમની વધતી વસ્તીના પ્રમાણમાં ફાળવવામાં આવતી બેઠકોની સંખ્યામાં વધારો કરવાની જોગવાઈ પણ શામેલ છે. એક અર્થમાં જે લોકો સીમાંકનનો વિરોધ કરી રહ્યા છે તેઓ વાસ્તવમાં SC અને ST બેઠકોમાં વધારાનો વિરોધ કરી રહ્યા છે.





