શું PM મોદી પાકિસ્તાન જશે? શાહબાઝ શરીફે ખાસ બેઠક માટે મોકલ્યું આમંત્રણ
ભારત અને પાકિસ્તાનના સંબંધો જગજાહેર છે. પડોશી દેશ પાકિસ્તાન હંમેશા આતંકવાદને પ્રોત્સાહન આપવાનો અને ભારતને નીચે દેખાડવાનો પ્રયાસ

ભારત અને પાકિસ્તાનના સંબંધો જગજાહેર છે. પડોશી દેશ પાકિસ્તાન હંમેશા આતંકવાદને પ્રોત્સાહન આપવાનો અને ભારતને નીચે દેખાડવાનો પ્રયાસ કરતો રહ્યો છે, તો ભારતે પણ સમયાંતરે તેને જડબાતોડ જવાબ આપતો રહ્યો છે, ત્યારે હવે એવા અહેવાલો સામે આવ્યા છે કે, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક વિશેષ બેઠકમાં ભાગ લેવા માટે આમંત્રણ મોકલ્યું છે.
પાકિસ્તાનમાં યોજાશે CHGની બેઠક
વાસ્તવમાં પાકિસ્તાનમાં 15 અને 16મી ઓક્ટોબરે સરકારના વડાઓની પરિષદ (CHG) યોજાવાની છે, પાકિસ્તાન સરકાર સીએચજીની મેજબાની કરવાનું છે. આ માટે જ શરીફે મોદીને આમંત્રણ મોકલ્યું છે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી ઉપરાંત શાંઘાઈ સહયોગ સંગઠન (HCO)ના અન્ય નેતાઓેને પણ આમંત્રણ પાઠવાયું છે.
શું ભારત તરફથી કોઈ મંત્રી પાકિસ્તાન જશે?
વર્તમાન સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના જે સંબંધો છે, તે જોતા એવું લાગી રહ્યું છે કે, વડાપ્રધાન મોદી ત્યાં નહીં જાય. જોકે જોવાનું એ રહ્યું કે, શું ભારતનું પ્રતિનિધિત્વ કરાવા માટે કોઈ મંત્રી અથવા અધિકારી જાય છે કે નહીં.






