શું નીતિશ કુમાર ફરી INDIA ગઠબંધનમાં જોડાશે? આ મોટા નેતાના દાવાથી અટકળો
RJDના નેતા તેજસ્વી યાદવે મુખ્યમંત્રી નીતિશ કુમારને લઇને મોટો દાવો કર્યો છે. તેજસ્વી યાદવે કહ્યું કે તેમના કાકા

RJDના નેતા તેજસ્વી યાદવે મુખ્યમંત્રી નીતિશ કુમારને લઇને મોટો દાવો કર્યો છે. તેજસ્વી યાદવે કહ્યું કે તેમના કાકા એટલે કે મુખ્યમંત્રી નીતિશ કુમાર 4 જૂન બાદ કોઇ મોટો નિર્ણય લઇ શક છે. નીતિશ પોતાની પાર્ટી બચાવવા અને પછાતોના રાજકારણ માટે કોઇ પણ પગલુ ભરી શકે છે. તેજસ્વી યાદવના આ નિવેદન બાદ રાજકીય અટકળો જોવા મળી રહી છે.
તેજસ્વી યાદવના દાવા બાદ બિહારમાં ફરી સત્તા પરિવર્તન થવાની ચર્ચા થવા લાગી છે. જોકે, મુખ્યમંત્રી નીતિશ કુમાર કેટલીક વખત કહી ચુક્યા છે કે તે ભાજપનો સાથ છોડીને ક્યાય જવાના નથી.
બિહાર વિધાનસભાના વિપક્ષના નેતા તેજસ્વી યાદવે પટણામાં મીડિયા સાથે વાતચીત દરમિયાન મોટો દાવો કર્યો છે. તેજસ્વી યાદવે પત્રકારોને પૂછ્યુ કે શું નીતિશ તેમની સાથે આવશે? તેજસ્વી યાદવે જવાબ આપતા કહ્યું કે 4 જૂન સુધી રાહ જુવો. જ્યારે મુખ્યમંત્રી નીતિશ કુમાર કોઇ પણ મોટો નિર્ણય લેશે ત્યારે જોઇશું.
મહત્ત્વપૂર્ણ છે કે બિહારના મુખ્યમંત્રી અને જનતા દળ યુનાઇટેડ (JDU)ના અધ્યક્ષ નીતિશ કુમાર આ વર્ષે લોકસભા ચૂંટણી પહેલા RJDનો સાથ છોડીને NDAમાં પરત ફર્યા હતા. નીતિશ કુમાર વડાપ્રધાન મોદી સાથે કેટલીક રેલીમાં પણ સામેલ થયા હતા.
આ તમામ સભામાં નીતિશ કુમારે પીએમ મોદીને વિશ્વાસ અપાવ્યો હતો કે તે વચ્ચે બે વખત ભટકી ગયા હતા હવે ભાજપનો સાથ છોડીને ક્યાય નહીં જાય.
બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના કર્તા રહેલા નીતિશ કુમારના ગયા બાદ તેજસ્વી યાદવે તેમના માટે RJDના દરવાજા ખુલ્લા રાખ્યા હતા. તેજસ્વી યાદવ અવાર નવાર પોતાના નિવેદનમાં કહેતા હતા કે કાકા નીતિશ કુમારનું તેમને સન્માન કર્યું છે અને ભવિષ્યમાં પણ કરતા રહેશે.







