Video: ટ્રેનમાં સ્પીકર પર મોટેથી ગીતો વગાડવા કે વીડિયો જોવા પડશે ભારે, દક્ષિણ રેલવેએ ૧,૦૦૦ રૂપિયા સુધીના દંડની ચેતવણી આપી

રેલવે મુસાફરોની હાલાકી અટકાવવા માટે સધર્ન રેલવેએ સખત પગલાં લેવાનું શરૂ કર્યું છે. ટ્રેન કે રેલવે પરિસરમાં ફોન પર સ્પીકર મોડમાં સંગીત વગાડનાર અથવા વીડિયો જોનાર મુસાફરોને હવે 1 હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે અને તેમને કોચમાંથી બહાર પણ કાઢી શકાશે. જો કોઈ વ્યક્તિ આ પ્રવૃત્તિ ચાલુ રાખશે તો તેને છ મહિના સુધીની જેલ અને ૫,૦૦૦ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. જન વિશ્વાસ એક્ટ હેઠળ રેલવે એક્ટની કલમ ૧૪૨ મુજબ આ જોગવાઈ લાગુ કરાઈ છે. અન્ય ઝોન અને મેટ્રો પણ આ નિયમ અપનાવી શકે છે, કારણ કે આ પ્રવૃત્તિઓથી જાહેર ઉપદ્રવ સર્જાય છે જે અન્ય મુસાફરોની શાંતિ અને આરામમાં ખલેલ પાડે છે





